વસાવા V/S વસાવા વૉર ચરમસીમાએ, ડિબેટ માટે જતા ચૈતર વસાવાને પોલીસે અટકાવ્યા
Narmada Politics : ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા સામે માનહાનીનો કેસ કરવાની આપી ચીમકી...તો મનસુખ વસાવાએ કહ્યું, માનહાની કેસ કરવો હોય તો કરે...મેં કોઈ ખોટા આક્ષેપ લગાવ્યા નથી...
Mansukh Vasava Vs Chaitar Vasava : બે દિવસથી નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. આજે ભાજપ અને આપના નેતા વચ્ચે ઓપન ડિબેટમાં એક મંચ પર સામ સામે આવવાના હતા. સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 1 એપ્રિલના રોજ સવારે 10 વાગે રાજપીપલા ગાંધી ચોક ખાતે ડિબેટ કરવા માટે ખુલ્લું આહ્વાન આપ્યું હતું. ત્યારે વસાવા V/S વસાવા વૉર ચરમસીમાએ પહોંચી છે. ડિબેટ માટે જઈ રહેલા પોલીસે ચૈતર વસાવાને પોલીસે અટકાવ્યા હતા. પોલીસે મોવી ચોકડી પાસે ચૈતર વસાવાને રોક્યા હતા. આપ નેતા ચૈતર વસાવા ડિબેટ કરવા માટે તૈયાર થયા હતા. ત્યારે પોલીસ ચૈતર વસાવાને પાછા ડેડિયાપાડા લઈ ગઈ હતી. તો બીજી તરફ, મનસુખ વસાવા અને ચૈતર વસાવાની ડિબેટ મોકૂફ થઈ છે. કારણ કે, ખુલ્લી ડિબેટ કરવાથી મનસુખ વસાવાએ પીછેહટ કરી હતી. ડિબેટમાં હાજર રહેવા ચૈતર વસાવા તૈયાર હતા. બંનેની ઓપન ડિબેટને પગલે ગાંધી ચોક ખાતે મોટીસંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
ચૈતર વસાવા માનહાનિનો કેસ કરશે
મહત્વનું છે કે નર્મદામાં રાજકીય નેતાઓ સહિત અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે તેવા આરોપ સાથે મનસુખ વસાવાએ સી.આર.પાટીલને પત્ર લખ્યો હતો. જેમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. જેથી ચૈતર વસાવાએ આ અંગે ખુલ્લી ચર્ચા કરવા માટે મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો. જે મનસુખ વસાવાએ સ્વીકાર્યો પણ હતો. અને ગાંધી ચોક ખાતે ડિબેટમાં આવવા ચૈતર વસાવાને કહ્યુ હતુ. પરંતુ અંતિમ ઘડીએ મનસુખ વસાવાએ ડિબેડ કરવાથી પીછેહટ કરી લીધી છે. ત્યારે આ અંગે ચૈતર વસાવાએ ઝી 24 કલાક સાથે વાતચીતમાં દાવો કર્યો છે કે જો મનસુખ વસાવા ભ્રષ્ટાચાર મુદ્દે અમને જવાબ નહીં આપે તો અમે હાઈકોર્ટ સુધી જઈશું અને માનહાનિનો કેસ કરીશું.
અંબાલાલ કરતા પણ ખતરનાક છે બાબુકાકાની આગાહી, માર્કેટમાં આવ્યા હવામાનના નવા નિષ્ણાત
ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકોરે કોના પર કર્યો ગુસ્સો? વીડિયો શેર કરી કહ્યું, તમારા બાપની