2024ની તૈયારીઓ શરૂ! સિદ્ધપુરમાં અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસને લીધી આડે `હાથ`, કર્યા તીખા પ્રહાર
સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તેઓએ કોંગ્રેસ પર તેમજ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 9 વર્ષનાં સેવા, સુશાસન તેમજ ગરીબ કલ્યાણ અંતર્ગત ગુજરાત રાજ્યમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઝી બ્યુરો/પાટણ: સિદ્ધપુર ખાતે આજે સંપર્ક થી સમર્થન અભ્યાન અને કેન્દ્ર સરકાર ના 9 વર્ષ પૂર્ણતા ના અવસરે જન સભાનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને આ સભા યોજાઈ હતી. જેમાં સીઆર પાટીલ, મંત્રી બળવંત સિંહ રાજપૂત ધારાસભ્યો અને આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યા માં જોડાયા હતા.
પાટણ લોકસભા મત વિસ્તારની સભામાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ના 9 વર્ષના વિકાસ લક્ષી કામો ગામે ગામ પહોંચ્યા છે. સર્વાંગી વિકાસ થતા વીજળી, પાણી આરોગ્ય, ખેતી માટેની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચી, જેના આશીર્વાદ થકી ગુજરાત મોડલ ભારત મોડલમાં પરિવર્તિત થવા પામ્યું છે તેમ જણાવ્યું હતું.
સભામાં રાહુલ બાબા પર પ્રહાર કરતા અમિત શાહ એ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં 370 કલમ હટશે તો લોહીની નદીઓ વહેશે પણ રાહુલ બાબા લોહીની નદીઓ તો દૂર પણ કોઈને કાંકરી ચારો કરવાની હિંમત થઇ નથી. નરેન્દ્ર મોદીજી એ આવા કેટલાય પ્રકારની સમસ્યા દૂર કરી રામ મંદિર મામલે પણ રાહુલ બાબા પ્રહાર કરતા જણાવ્યું હતું કે શ્રદ્ધા હોય તો 2024માં ટિકિટ તૈયાર રાખજો. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર તૈયાર થઇ જશે. રાહુલ બાબાના 12 લાખ કરોડના ભ્રસ્ટાચાર મામલે પણ અમિત શાહ એ પ્રહાર કર્યા હતા.
UPA નાં 10 વર્ષ હતા. ત્યારે મોદીજીનાં 10 વર્ષ થશે. UPAનાં 10 વર્ષમાં શું થયું. 12 લાખ કરોડનાં ગફલા, ગોટાળા, ભ્રષ્ટ્રાચાર, કૌભાંડો. રાહુલ બાબા દુનિયાભરમાં ફરી ફરી બધુ બોલો છે. તમારા 10 વર્ષનો હિસાબ આજે પણ દેશની જનતાને યાદ છે. 12 લાખ કરોડ રૂપિયાનાં ગોટાળા કર્યા. 2જીનો ગોટાળો કર્યો, કોમનવેલ્થનો ગોટાળો કર્યો કોઈ ક્ષેત્ર એવું ન હતું. જ્યાં ભ્રષ્ટ્રાચાર ન કર્યો હોય. અને UPA ની જગ્યાએ હવે NDA આવ્યું.
ભાજપા આવી 9 વર્ષની અંદર અમારા વિરોધીઓ પણ અમારી સામે એક પણ ભ્રષ્ટ્રાચારનો આરોપ કરી શક્યા નથી. નવ વર્ષ દેશનાં આઝાદીનાં 75 વર્ષનાં ઈતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે લખાશે. આ 9 વર્ષની અંદર આર્થિક મંદી મોદીજીએ સમાપ્ત કરી દીધી. આર્થિક અવ્યવસ્થા સમાપ્ત કરી દીધી.