Ahmedabad Property Market Investment : રિયલ એસ્ટેટ (Regulation and Development) એક્ટ 2016 એટલે કે ઘર ખરીદનારાઓના હિતોનું રક્ષણ કરવા અને પ્રોપર્ટી સેક્ટરમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે RERA લાવવામાં આવ્યો હતો. પરંતુ હવે 8 વર્ષ પછી મામલો એ જ જગ્યાએ આવી ગયો છે. ઘર ખરીદનારાઓએ રેરાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને ગ્રાહક મંત્રાલયને તેમના હિતોના રક્ષણ માટે નવી માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર દેખરેખ રાખવા માટે બનાવવામાં આવેલ કાયદાએ એ લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે જેમના માટે આ કાયદો બનાવવામાં આવ્યો હતો. રેરાની (RERA) ભૂમિકા પર સવાલ ઉઠાવતા, ઘર ખરીદનારાઓએ ગ્રાહક મંત્રાલયને તેમના તમામ હિતોના રક્ષણ માટે નવી માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી છે.


RERA 2016 માં અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં ગ્રાહક મંત્રાલય ઘર ખરીદનારાઓના હિત અને અધિકારોનું રક્ષણ કરવા માટે જવાબદાર હતું. એટલે કે આઠ વર્ષ પછી અમે એ જ જગ્યાએ પહોંચ્યા જ્યાંથી અમે શરૂઆત કરી હતી.


ગુજરાતની કોઈ પણ શાળાએ પ્રવાસ કરવો હોય તો આટલું ફરજિયાત પાલન કરવું પડશે, નવી ગાઈડલાઈન


રેરા સામે શું ફરિયાદ છે?
ઘર ખરીદનારાઓની સૌથી મોટી સંસ્થા ફોર ફાર પીપલ્સ કલેક્ટિવ એફર્ટ (FPCE)એ ગ્રાહક મંત્રાલયને લખેલા પત્રમાં માત્ર ઘર ખરીદનારાઓની સમસ્યાઓની જ વાત કરી નથી કરી પરંતુ એમ પણ કહ્યું છે કે જો કે આ બધી સમસ્યાઓ RERA હેઠળ આવે છે, પરંતુ દુઃખની વાત છે કે, તે તેની પ્રવૃત્તિના સાત વર્ષમાં તેના અપેક્ષિત ઉદ્દેશ્યો પૂરા કરવામાં સક્ષમ નથી.


ફોરમે યાદ અપાવ્યું કે સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ સંબંધિત એક કેસની સુનાવણી કરતી વખતે તાજેતરમાં ટિપ્પણી કરી હતી કે અમે રેરા વિશે વાત કરવા માંગતા નથી, કારણ કે તે નિવૃત્ત અધિકારીઓ માટે બીજુ ઘર બની ગયું છે. આ પૂર્વ અધિકારીઓએ આ કાયદાની સમગ્ર વ્યવસ્થાને હતાશા અને નિરાશાથી ભરી દીધી છે.


ખાસ વાત એ છે કે ફોરમના અધ્યક્ષ અભય ઉપાધ્યાય રેરાની કેન્દ્રીય સલાહકાર પરિષદના સભ્ય પણ છે. અભય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રના ગ્રાહકોના હિત અન્ય કોઈપણ ક્ષેત્રના ગ્રાહકો કરતા ઘણા વધારે છે. તેથી, અમે ગ્રાહક મંત્રાલયને અમારા હિતોનું રક્ષણ કરવાની માંગ કરી છે. અમે મંત્રાલય પાસે માંગ કરી છે કે તે અમને છેતરપિંડીથી બચાવવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરે.


વાવ પેટાચૂંટણીમાં છેલ્લી ઘડીએ મોટી જાહેરાત, ગેનીબેનના ગઢમાં ભાજપની મુશ્કેલી વધી


ફોરમે ત્રણ મુદ્દા ઉઠાવ્યા
અભય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ઉપભોક્તા મંત્રાલયમાં જે કેસ જાય છે તેમાંથી દસ ટકા રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંબંધિત છે. આમાં રોકાણ કરાયેલા નાણાં એક મોટી રકમ છે, કારણ કે બિલ્ડિંગ પ્લોટની કિંમત અન્ય ઉત્પાદનો કરતાં ઘણી વધારે છે. ફોરમે તેના પત્રમાં મુખ્યત્વે ત્રણ મુદ્દા ઉઠાવ્યા છે. ભ્રામક જાહેરાતો, એકતરફી કરારો અને અયોગ્ય વેપાર વ્યવહાર.


એવું કહેવામાં આવ્યું છે કે બુકિંગથી લઈને બિલ્ડિંગ અને પ્લોટની રજિસ્ટ્રી અને જાળવણી સુધી, ઘર ખરીદનારાઓને તેમના હિતોની અવગણનાનો સામનો કરવો પડે છે. RERAના આગમન પછી એવું કહેવામાં આવ્યું હતું કે ભ્રામક જાહેરાતોની શ્રેણી બંધ થઈ જશે, પરંતુ તેમ થયું નહીં. ગ્રાહકોએ જે કરાર પર હસ્તાક્ષર કરવાના હોય છે તેમાં સવલતોની કોઈ વિગતો હોતી નથી. કબજો લેતી વખતે જ ગ્રાહકને ખબર પડે છે કે તેને જે વચન આપવામાં આવ્યું હતું તે પૂરું થયું નથી. જેની ફરિયાદો પણ રેરા સુધી પહોંચે છે પણ આ બાબતે ચૂપકીધી સાધી લેવાય છે. ગ્રાહકોને ન્યાય મળવાની આશા જ રહેતી નથી. ગ્રાહક પહેલાં એ વિચારે છે કે ન્યાય નહીં મળે એટલે રજૂઆત કરવાનું પહેલાં જ ટાળી દેશે.


દાહોદના પરિવારને રાજસ્થાનમાં કાળ ભરખી ગયો! ભયાનક અકસ્માતમાં 5ના કમકમાટીભર્યાં મોત