Chinese Garlic Side Effects : દુનિયામાં ચાઈના એક માત્ર એવો દેશ છે જેની કોઈ વસ્તુ પર વિશ્વ વિશ્વાસ નથી કરતું...  ત્યારે આજ ચાઈનાનું લસણ હવે ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ગયું છે...ભારતમાં પ્રતિબંધિત અને શરીર માટે જોખમી ચાઈનીઝ લસણનો જથ્થો ક્યાંથી મળ્યો?, આ લસણ શરીર માટે કેટલું હાનિકારક છે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વમાં ગુણવત્તા વગરની વસ્તુ વેચવા માટે પંકાયેલા ચીન દરેક દેશમાં ઘૂસ મારીને તે દેશની ઈકોનોમિને બરબાદ કરવાનું કામ કરે છે. ચીનની અનેક વસ્તુઓ વિશ્વના બજારમાં જે તે દેશના સ્થાનિક વેપારીઓને બરબાદ કરી રહી છે. ભારતમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણ પણ થોડા સમય પહેલા પકડાયું હતું...જેના કારણે સ્થાનિક ખેડૂતોએ જોરદાર વિરોધ કર્યો છે. અનેક માર્કેટિંગ યાર્ડ બંધ રાખીને ચીની લસણનો વિરોધ કરાયો. 


સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની હરાજી બંધ
ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની હરાજી બંધ કરવામાં આવી છે. તો જામનગરના હાપા માર્કેટયાર્ડમાં પણ ચાઈનીઝ લસણનો વિરોધ કરાયો. હાપા માર્કેટયાર્ડના વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો અને ચાઈનીઝ લસણની આયાત બંધ કરાવવા માંગ કરી.


  • ચીની લસણથી સૌ ચેતી જજો

  • ખેડૂતો અને લોકો રહેજો સાવધાન

  • આવ્યું હાનિકારક ચાઈનીઝ લસણ

  • ચાઈનીઝ લસણથી થાય છે કેન્સર

  • ખેડૂતોને નુકસાન પહોંચાડવાનો ખેલ 


 
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ થોડા સમય પહેલા મળી આવ્યું હતું. આ હાનિકારક લસણ કોણ લાવ્યું તેની તપાસ ચાલી રહી છે. પરંતુ લસણ જેટલું હાનિકારક છે તેટલું જ ખેડૂતો માટે પણ નુકસાનકારક છે. ખેડૂત આખુ વર્ષ તનતોડ મહેનત કરીને પાક તૈયાર કરે છે તેની સામે ચાઈનીઝ લસણ એટલું સસ્તુ છે કે ખેડૂતો તે ભાવે વેચવા જાય તો ખર્ચ પણ  નીકળે. તેથી જ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો. 


  • ખેડૂતો ચેતજો, આવ્યું છે ચાઈનીઝ લસણ

  • ભારતમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણ ગુજરાતમાં

  • ચાઈનીઝ લસણનો ખેડૂતો, વેપારીઓએ કર્યો વિરોધ 

  • ગોંડલ, હાપા માર્કેટિંગ યાર્ડમાં હરાજી રખાઈ બંધ 

  • કેન્સર કરતું ચાઈનીઝ લસણ ગોંડલમાંથી મળ્યું હતું

  • ચાઈનીઝ લસણ કેમ છે શરીર માટે હાનિકારક?


વેપારીઓએ બંધ પાળ્યો 
વેપારીઓએ પાડેલા આ બંધને ખેડૂતોએ પણ મોટી સંખ્યામાં સમર્થન કર્યું. વેપારીઓએ હરાજી બંધ રાખી હતી જેને ખેડૂતોએ આવકારી હતી. ગોંડલ માર્કેટમાં ચાઈનીઝ લસણ બંધના અનેક જગ્યાએ પોસ્ટરો જોવા મળ્યા હતા. તો જામનગરના હાપા માર્કેટમાં પણ ચાઈનીઝ લસણનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓએ માર્કેટમાં હરાજી બંધ રાખી હતી સાથે જ ચાઈનીઝ લસણની આયાત બંધ રાખવા માંગ કરાઈ છે. 


ચાઈનીઝ લસણ આરોગ્ય માટે ખુબ જ હાનિકારક છે. આ લસણ કેટલું જોખમી છે તેની વાત કરીએ તો, .આપણા સામાન્ય લસણ જેવું જ દેખાતું આ ચાઈનીઝ લસણ આરોગવાથી કેન્સર થાય છે. ખાવા માટે બિન આરોગ્યપ્રદ આ લસણ પર ભારતમાં 2006માં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાઈનીઝ લસણમાં ફૂગની સંભાવના વધુ હોય છે. ચાઈનીઝ લસણમાં જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે. અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઈનીઝ લસણ આવતું હતુ. બિહાર, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આવી ઘટના સામે આવી છે. ભારતીય લસણ કરતા ચાઈનીઝ લસણ સસ્તુ હોય છે....


ચાઈનીઝ લસણ કેમ જોખમી?


  • ચાઈનીઝ લસણ આરોગવાથી કેન્સર થાય છે

  • ભારતમાં 2006માં પ્રતિબંધ મુકાયો છે

  • ફૂગની સંભાવના વધુ હોય છે

  • જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે

  • નેપાળ, બાંગ્લાદેશ થઈને ચાઈનીઝ લસણ આવતું હતું

  • બિહાર, UP, પૂર્વોત્તર રાજ્યોમાં આવી ઘટના સામે આવી છે


ચીન કોઈ વસ્તુ માટે વિશ્વાસ લાયક નથી. સસ્તાના નામે તે બધુ જ વહેંચે છે. કોઈના પણ જીવન સાથે રમત રમે છે. ત્યારે ગુજરાતના ગોંડલમાં જોવા મળેલા આ ચાઈનીઝ લસણની વિસ્તૃત તપાસ જરૂરી છે. ગોંડલ સિવાય અન્ય પણ કોઈ જગ્યાએ આ જથ્થો સંગ્રાહયેલો હોય તો તેને જપ્ત કરવો જરૂરી છે. ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં સરકાર શું એક્શન લે છે?...


લસણ ખાતા પહેલાં થઈ જાઓ સાવધાન
તમારા રસોડામાં એકવાર લસણ જઈને ચેક કરો. તમારા રસોડામાં ક્યાંક નકલી લસણ તો નથીને? માર્કેટમાં બેરોકટોક ચાઈનીઝ લસણ આવી ગયું છે. લસણના ફોતરા ઉખાડશો તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. લોકો હવે શું ખાય બધીજ જગ્યાએ નકલીનો સામ્રાજ્ય ફરી વળ્યું છે. આજના યુગમાં શુદ્ધ ખોરાક પણ શંકાના દાયરામાં છે. હવે તો કોઈ પણ વસ્તુ ખાતા પહેલાં ડર લાગી રહ્યો છે. હવે તો લોકોની થાળી સુધી નકલી ઝેર પહોંચી ગયું છે. ભારતમાં ઉગતા લસણનો ભાવ 300થી લઈને 350 રૂપિયા પ્રતિ કિલો છે. આટલા ભાવ બાદ પણ જનતાને નકલી લસણ મળી રહ્યું છે. જ્યારે કે, ચાઈનીઝ લસણનો ભાવ 80થી 100 રૂપિયા છે.