ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ વર્ગ-2 મેડિકલ ઓફિસર ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત 704 જેટલા ઉમેદવારોને મેડિકલ ઓફિસર તરીકે ઉત્તીર્ણ થયા છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે તમામની મેડિકલ ઓફિસરની નિમણૂક પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોઝારો સોમવાર! પાટણ-મહેસાણામાં બે મોટી દુર્ઘટના;કુલ 6 લોકોના મોતથી આંક્રદભર્યો માહોલ


આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2024 સુધીમાં રાજ્યના તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ગ-1 અને 2 ની તમામ જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ નવીન 704  મેડિકલ ઓફિસરોનું સંખ્યાબળ આરોગ્ય વિભાગમાં ઉમેરાતા રાજ્ય આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે તેમ તેમણે ઉમેર્યું છે.


ગુજરાતમાં હરતો-ફરતો કોરોના! આજે પોઝિટિવ કેસમાં ઘટાડો, પણ અમદાવાદીઓ માટે ખતરો!