ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.  સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં 15.92 ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે 20 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ પડ્યો. તો 9 તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદના પગલે 18 ડેમો માટે ચેતવણી જાહેર
વરસાદના પગલે કચ્છના 4 અને સૌરાષ્ટ્રના 3 એમ કુલ સાત ડેમો ઓવર ફ્લો થયા છે. ગુજરાતના 206 ડેમો પૈકી કુલ 18 ડેમ હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. જ્યારે 80થી 90 ટકા ડેમો છલકાયા હો તેવા બે જળાશય પર એલર્ટ અને 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો હોવાની માહિતી છે. સરદાર સરોવર સહિતના 207 જળાશયોમાં પાણીનો સંગ્ર વધીને 41.30 ટકાએ પહોંચ્યો છે. સરદાર સરોવર ડેમમાં અત્યારે 53.14 ટકા જળસંગ્રહહ છે. કચ્છના 20 ડેમોમાં 49.75 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 47.10 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 31.19 ટકા. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 33.73 ટકા જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 26.98 ટકા પાણી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં 26.85 ટકા પાણી સંગ્રહ છે. 



વરસાદથી 11ના મોત
ગુજરાતમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 11 લોકોનાં મૃત્યુ થયા છે.  પંચમહાલમાં 4, આણંદ અને બોટાદમાં 2, જામનગર અમરેલી અને અરવલ્લીમાં 1-1નું મૃત્યુ થયા છે.