ખેડૂતો માટે સારા સમાચાર: આ વર્ષે સારા વરસાદનો વર્તારો, ગત વર્ષે સૌરાષ્ટ્રમાં નોંધાયો હતો દેશમાં સૌથી વધુ વરસાદ
કોરોના કાળની હાલાકી વચ્ચે જગતના તાત માટે એક સારા સમાચાર આવ્યાં છે. આ વર્ષે ચોમાસુ એકંદરે સારું રહેશે. હોળીની ઝાળ અને અખાત્રિજના પવનની દિશાથી પણ સારા વરસાદનો વર્તારો મળ્યો છે. હવામાન વિભાગે પણ ચોમાસુ વહેલાં આવી જશે એવી આગાહી કરી દીધી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના કાળની હાલાકી વચ્ચે જગતના તાત માટે એક સારા સમાચાર આવ્યાં છે. આ વર્ષે ચોમાસુ એકંદરે સારું રહેશે. હોળીની ઝાળ અને અખાત્રિજના પવનની દિશાથી પણ સારા વરસાદનો વર્તારો મળ્યો છે. હવામાન વિભાગે પણ ચોમાસુ વહેલાં આવી જશે એવી આગાહી કરી દીધી છે. સામાન્ય રીતે દેશમાં કેરળ થકી ચોમાસાનું આગમન થાય છે. પછી કર્ણાટક, મહારાષ્ટ્ર. દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર -કચ્છ સહિત અન્ય ભાગોમાં આગળ વધે છે. હાલ ગુજરાતમાં વાવાઝોડું દરિયાકાંઠા તરફ આગળ વધી રહયું છે. ત્યારે હવામાન વિભાગે એવી આગાહી કરી છેકે, 16 થી 18 મે વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં 2014 પછી આવ્યાં 10 વાવાઝોડા, જેમાંથી 8 દરિયામાં સમાઈ ગયા, 2 ફંટાઈ ગયા
દરેક ઋતુની શરૂઆત પહેલા મોસમ વિભાગ દ્વારા પૂર્વાનુમાન લગાવવામાં આવતી હોય છે. ઋતુ કેવી રહેશે? ઉનાળોમાં તાપમાન કેટલું રહશે? વરસાદ કેટલો થશે અને શિયાળામાં ઠંડીનું પ્રમાણ કેવું રહેશે? તેનું પૂર્વાનુમાન જાહેર કરતા હોય છે. તે જ રીતે આ વર્ષે ભારતીય મોસમ વિભાગે સતાવાર ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. આ વર્ષે દેશમાં ચોમાસું (Early southwest monsoon) એક દિવસ વહેલા બેસી શકે છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું હોવાનથી કેરળમાં 31મેથી વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં સારા વરસાદનો વર્તારોઃ
ત્યારે ગુજરાત માટે પણ આ સૌથી સારા સમાચાર છેકે, આ વર્ષે અહીં ચોમાસુ ખુબ સારું રહેશે. વરસાદ સારો રહેવાનો વર્તારો મળ્યો છે. હવામાન વિભાગની આગાહી પણ એ દિશા તરફ અંગૂલી નિર્દેશ કરી રહી છે. દેશભરમાં 98 ટકા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ સમાચારથી ગુજરાતના ખેડૂતોની પણ ઘણી બધી ચિંતાઓ હલ થઈ જશે. જોકે ચોમાસાની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. અંદમાન સમુદ્રમાં સાનુકૂળ પરિસ્થિતિ બની રહી છે. 22 મેના અંદમાન સમુદ્રમાં ચોમાસાની શરૂઆત થયા બાદ આગળ વધશે અને 31મેના કેરળ પહોંચવાનું પુર્વાનુમાન છે.
ADULT STAR બનવા 26 વર્ષની યુવતીએ છોડી પોલીસની નોકરી! હવે કરે છે કરોડોની કમાણી, જુઓ PICS
ગત વર્ષે સૌરાષ્ટ્રમાં થયો હતો દેશમાં સૌથી વધુ વરસાદઃ
ગત વર્ષે સૌરાષ્ટ્રમાં દેશભરમાં સૌથી સારો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તા.15થી 20 જૂન સુધીમાં ચોમાસુ બેસતું હોય છે જો કે આ ચોમાસુ કેટલી ઝડપથી આગળ વધે છે તે જે તે વખતના કુદરતી સંજોગો પર આધારિત હોય છે.
કૃષિપાક બમ્પર થવાની આશાઃ
ચોમાસા પહેલા જ શક્તિશાળી વાવાઝોડુ હાલ રચાઈ રહ્યું છે તેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ સહિત વિસ્તારોમાં ભારે વરસાદ વરસે અને જમીનમાં પૂરતો ભેજ ઉતરી જાય તેવી આશા છે. અને ત્યારબાદ પ્રિમોન્સૂન વરસાદી ઝાપટાં અને સમયસર ચોમાસુ (Early southwest monsoon) આવે તો કૃષિપાક સતત ત્રીજા વર્ષે બમ્પર થવાની પણ આશા છે.
દરિયાકાંઠે 21 વર્ષે પહેલાં પહોંચ્યું હતું આવું વાવાઝોડું:
છેલ્લા 21 વર્ષમાં પહેલીવાર એવું બનશે કે મે મહિનામાં ચક્રવાતી વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે. સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ ગુજરાતમાં મે મહિનામાં છેલ્લી વાર 2001 માં હરિકેન ARB O1ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યુ હતું.
વાવાઝોડાએ વધારી ચિંતાઃ
કોરોના સંકટ વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ સમાચારે હાલ સૌ કોઈની ચિંતા વધારી દીધી છે. મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલુ લો પ્રેશર આવતીકાલે એટલે કે રવિવારે વાવાઝોડામાં તબદીલ થઇ શકે છે. જો આવું બનશે અને વાવાઝોડાએ વિનાશક રૂપ ધારણ કર્યું તો ગુજરાતમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે. સરકારે હાલ આ બાબતને ગંભીરતાથી લઈને તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી લીધી છે.
ગુજરાત પર વાવાઝોડાની અસરઃ
વાવાઝોડા દરમિયાન ઝડપી પવનો સાથે ભારે વરસાદથી એક મોટા ક્ષેત્રમાં મોટું નુકસાન પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ ગુજરાત અને પાકિસ્તાની તટો તરફ વધવાની સંભાવના છે. દક્ષિણ પૂર્વ અરબ સાગર અને લક્ષદ્વીપ વિસ્તારમાં સર્જાયેલું આ લો પ્રેશર ટૂંક સમયમાં ડીપ ડીપ્રેશનમાં તબદીલ થઇ જશે. વાવાઝોડું અત્યંત ગંભીર રૂપ ધારણ કરી શકે છે. જેથી 118 થી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઇ શકે તેવી સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube