આ દિવસે ગુજરાતમાંથી વિદાય લેશે ચોમાસું, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
ગુલાબ અને શાહીન વાવાઝોડાના કહેર બાદ આખરે ગુજરાત (gujarat rains) માં વરસાદે વિરામ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરતપણે વરસી રહેલા વરસાદે આખરે બ્રેક લીધો છે. ત્યારે વરસાદ મામલે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. સાથે જ નવરાત્રિ (Navratri) પણ સારી જવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. સાથે જ ચોમાસુ પૂર્ણ થવાના સંકેત પણ હવામાન વિભાગે આપી દીધા છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુલાબ અને શાહીન વાવાઝોડાના કહેર બાદ આખરે ગુજરાત (gujarat rains) માં વરસાદે વિરામ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરતપણે વરસી રહેલા વરસાદે આખરે બ્રેક લીધો છે. ત્યારે વરસાદ મામલે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. સાથે જ નવરાત્રિ (Navratri) પણ સારી જવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. સાથે જ ચોમાસુ પૂર્ણ થવાના સંકેત પણ હવામાન વિભાગે આપી દીધા છે.
ગુજરાતથી દૂર નીકળી ગયુ વાવાઝોડું
હવામાન વિભાગના (weather update) લેટેસ્ટ અપડેટ મુજબ, આગામી 5 દિવસ રાજ્યમાં નહિવત વરસાદ રહેશે. જોકે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. વાવાઝોડું શાહીન હવે ગુજરાત કાંઠેથી ઘણુ દૂર નીકળી ગયુ છે. જે પાકિસ્તાન તરફ ફંટાઈ રહ્યુ છે. તેથી હવે શાહીનનો ખતરો ટળી ગયો છે.
આ પણ વાંચો : ડાકોરનો 1200 વર્ષ જૂનો ઈતિહાસ બદલાશે, બે મહિલાઓએ મંદિરમાં પૂજા કરવાની કરી માંગ
નવરાત્રિમાં વરસાદ નહિ આવે - હવામાન વિભાગ
હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 12 કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. સાથે જ નવરાત્રિમાં વરસાદનો ખતરો પણ નહિ રહે. નવરાત્રિ દરમિયાન વરસાદ આવવાના કોઈ સંકેત નથી દેખાતા. રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. ગુજરાતમાં આ વર્ષે 2 ટકા વધારે વરસાદ નોંધાયો છે. તો કચ્છ-સૌરાષ્ટ્રમાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે.