કમોસમી વરસાદે દીકરીના લગ્નનો પ્રંસગ બગાડ્યો : રાસ ગરબા પહેલા મંડપ ઉડ્યો, ડીજે સિસ્ટમ પણ પલળી
Gujarat Rain : સુરતમાં વરસેલા કમોસમી વરસાદને કારણે સામાજિક પ્રસંગમાં પડી મુશ્કેલી....લગ્નના મંડપમાં પાણી ભરાઈ જતાં થયું મોટું નુકસાન...લગ્નમાં રાસ ગરબા માટેના ગ્રાઉન્ડમાં વરસદાને કારણે સ્પીકર સહિતનો સામાન પલળ્યો..
Gujarat Weather Forecast : ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢ જેવો માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત હોય કે કચ્છ, તમામ જગ્યાએ વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. એટલું જ નહીં રાજકોટ અને મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે. ભર શિયાળે જાણે ચોમાસું જામ્યું હોય એવું વાદળછાયું વાતાવરણ આખા રાજ્યમાં જોવા મળી રહ્યું છે. આ માવઠું ખેડૂતો માટે મુસીબત લઈને આવ્યું છે. ખેડૂતોએ પાકનું વાવેતર કરી દીધું છે ત્યારે આ માવઠું મુશ્કેલી સર્જી શકે છે. કારણ કે આ વરસાદ પાક માટે અભિશાપ બનવાની પુરી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે પણ વરસાદની શક્યતા છે.
ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં ભર શિયાળે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતે સૌરાષ્ટ્રને પણ ધમરોળ્યું છે. રાજકોટ અને અમરેલીના અમુક વિસ્તારોમાં તો કરા પડ્યા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતાના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, હાલ જગતનો તાત છે ચિંતામાં છે. શિયાળાની શરૂઆતમાં જ કુદરતની કહેર અને લોકોની કઠણાઈ શરૂ થઈ છે. કેમ કે ભર શિયાળે વરસાદ શરૂ થયો છે. અમદવાદના મોટા ભાગના વિસ્તારમાં કમનસીબીનો કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ એ લોકો પર કહેર બનીને વરસ્યો છે, જેમના ઘરે પ્રસંગો લેવાયા હતા.
હવામાન વિભાગનું મોટું એલર્ટ : રાજકોટમાં સિમલા જેવો બરફ પડ્યો, વીજળી પડતા બેનાં મોત
અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી સલાહ : ચિંતા ન કરતા, કમોસમી વરસાદ આ પાકોને ફાયદો કરાવશે