અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતના માથે મેઘ સંકટ તોળાઈ રહ્યું છે. ગુલાબ વાવાઝોડા (Cyclone Gulab) ની અસર જે રીતે ગુજરાતમાં મંગળવાર સાંજથી દેખાઈ રહી છે, તે જોતા ગુજરાતમાં મેઘપ્રલય આવવાની સ્થિતિ ઉભી થઈ છે. તેમાં પણ ગુજરાત (gujarat rain) માટે આગામી એક કલાક ભારે તોફાની બની રહેશે. સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીના 3 કલાક ગુજરાતના માટે મેઘ જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા હળવા વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદની આગાહી કરાઈ છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદનું તાંડવ શરૂ : ક્યાં કેટલો વરસાદ છે તે જાણીને જ ઘરની બહાર પગ મૂકજો


ક્યાં ક્યાં વરસાદ પડશે


  • અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં વરસાદની આગાહી

  • દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી કરાઈ છે. 

  • સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. 

  • સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલીમાં વરસાદની આગાહી

  • ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદરમાં વરસાદની આગાહી

  • જૂનાગઢ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પડી શકે વરસાદ


હવામાન વિભાગની આગાહી ( weather forecast) અનુસાર, આજે બુધવારે 10.30 વાગ્યાથી શરૂ થતા આગામી 3 કલાક દરમ્યાન રાજ્યમાં અતિભારે વરસાદ (heavy rain) ની આગાહી કરાઈ છે. પવનની ગતિ પણ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેવાની આગાહી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે આગાહી છે. 


ગુજરાતમાં સર્જાયેલી ભારે વરસાદી પરિસ્થિતિને લઈ કોસ્ટગાર્ડ એલર્ટ પર મૂકાયા છે. રાજ્યના દરિયાઈ વિસ્તારમાં કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઓખા, પોરબંદર સહિતના કોસ્ટગાર્ડ સ્ટેશન એલર્ટ પર છે. સાથે જ કોસ્ટગાર્ડ દ્વારા માછીમારી કરવા ગયેલા માછીમારોને દરિયામાં ન જવા સતત સૂચના અપાઈ રહી છે. 


આ પણ વાંચો : કોણ છે કાનજી મોકરિયા, જેણે વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસમાં બધા વટાણા વેરી દીધા 


સવારે 8 થી 10 માં રાજ્યના 67 તાલુકાઓમાં વરસાદે તાંડવ મચાવ્યું છે. બે કલાકમાં અમરેલીના રાજુલા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, નવસારીના ગણદેવી તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 થી 10 માં રાજ્યના 96 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચના અંકલેશ્વર તાલુકામાં પણ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. તો 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.