હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં આખરે મેઘ મહેર (gujarat rain) થઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી, જેથી આખરે હાશકારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. 24 કલાક દરમિયાન 228 તાલુકામાં વરસાદ (rains) નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 12 ઇંચ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. તો રાજ્યના 31 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 76 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 


  • વલસાડના વાપીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે

  • જૂનાગઢના માંગરોળમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ

  • જૂનાગઢના વિસાવદરમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બુધવારે સવારથી પણ ગુજરાતમાં સારો વરસાદ (monsoon) પડી રહ્યો છે. આજે 6:00 થી 8:00 સુધી માં 83 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં 2.5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો ગીર સોમનાથના ગીરગઢડામાં 2 ઇંચ જેટલો વરસાદ (heavy rain) નોંધાયો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં 14 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 


આ પણ વાંચો : માનવતા હજી જીવે છે તેવુ સાબિત કર્યું ગુજરાતના આ મુસ્લિમ યુવકોએ...


વલસાડ જિલ્લામાં 12 ઈંચ વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છે. ત્યારે ઉમરગામના કલગામ હનુમાનજી મંદિરના પટાંગણમાં વરસાદી પાણી ભરાયા છે. જેને લઈ સ્થાનિક લોકોમાં વરસાદ આવવાથી ઉત્સાહનો માહોલ છે. સ્થાનિક યુવકોએ સારે વરસાદ પડતાં હરે કૃષ્ણની ધૂન બોલાવી પાણીમાં કૂદી પડ્યા હતા. યુવકો મન મૂકીને ઝૂમ્યા હતા અને બીજી તરફ મંદિરમાં ધૂન વાગતી હતી. જોકે કલગામનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


વલસાડ જિલ્લામાં બુધવારે બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે. ઉપરવાસમાં વરસાદને લઈ નદીઓમાં પાણીનું વહેણ વધ્યું છે. જેને લઈ કપરાડાના ફતેપુર અને પીપરોણી ગામની વચ્ચે આવેલ કોઝવે પુલ ઉપર ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યું છે. જેના કારણે મોટાભાગના લોકોનો સંપર્ક પણ તૂટ્યો છે. આવામાં સેલવાસ ખાતે કંપનીમાં કામ અર્થે જતા આવતા મજૂરો પણ આ પાણીમાં ફસાયા હતા. જેઓ માંડ માંડ બહાર નીકળી શક્યા હતા. તો બીજી તરફ વરસાદ ધોધમાર વરસી રહેતા લોકોની અવરજવર પણ બંધ થઈ છે. જ્યારે વાતાવરણમાં ભારે પલ્ટો આવી જતા મોસમ ઠંડુગાર બની ગયું છે.


ઉલ્લેખનીય છે કે, આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાને એલર્ટ અપાયુ છે. વલસાડ, નવસારી અને ડાંગ હાઇ એલર્ટ પર છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, પોરબંદર અને દ્વારકામા આગામી બે દિવસમાં વરસાદની સંભાવના છે. NDRF ની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દક્ષિણ ગુજરાત માટે વધુ એક ટીમ વડોદરાથી મોકલાશે.