સુરત :ગુજરાતમા ચોમાસાનુ આગમન થઈ ગયુ છે. 24 અને 25 જૂને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. વલસાડ, ઉમરપાડા અને અંબાજીમાં ધોધમાર વરસાદ આજે વરસ્યો છે. સમગ્ર  પંથકમાં વરસાદની સારી શરૂઆત થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યાં છે. ખાસ કરીને સુરતના ઉમરપાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ઉમરપાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમરપાડામાં વરસાદની એન્ટ્રી
સુરત ગ્રામ્ય માં ધોધમાર વરસાદ વરસ્યો છે. કામરેજ, બારડોલી, ઓલપાડ, માંગરોળ ઉમરપાડામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે કામરેજ સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. તો ડાંગ જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ વઘઇ આહવા સહિત આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા, લો લેવલના કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. બપોર બાદ ઝરમર વરસાદની હેલી રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ સમગ્ર પંથકમાં તૂટી પડ્યો હતો. 


આ પણ વાંચો : ભાજપની સત્તા છતાં આ શહેરમાં કોર્પોરેટરોનું કામ નથી થતું, ધરી દીધા રાજીનામા


ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ થતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યાં છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો, ઉમરપાડા, વલસાડ, સુરત, તાપી, ડાંગમાં વરસાદ જોવા મળ્યો છે. ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની પધરામણી થતા જ લોકો ગરમીથી મુક્ત થયા છે. તાલુકામાં મથકે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પવન ના સુસવાટા સાથે સીઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. કેવડી, ચારણી, તાબદા સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. સુરત ગ્રામ્યનો હજુ સુધી માત્ર આ એક જ તાલુકો વરસવાનો બાકી હતો, તે પણ આજે વરસાદ થતાં ખેડૂતો મોજમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુરત ગ્રામ્યમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં થાય છે. 


આ પણ વાંચો : મેઘરજ કોલેજિયન યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, બોયફ્રેન્ડ નીકળ્યો હત્યારો, સાક્ષી બનીને પોલીસને ગોળ ગોળ પણ ફેરવી


અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 અને 25 જૂને અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં સુરત, વલસાડ, નવસારી માટે આગાહી કરાઈ છે. તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. પરંતુ અમદાવાદીઓને ગરમીમાંથી મુક્તિ મળશે. આ દિવસોમાં અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે, સામાન્ય રીતે ગણતરી મુજબ અત્યાર સુધીમાં 3 ઈંચ વરસાદ થવો જોઈએ.