Gujarat Rain: ગુજરાતમાં ફરી વરસાદી મોહાલ, આ જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી અમદાવાદ સહિત રાજ્યમાં વાતાવરણે મિઝાજ બદલ્યો હતો અને દિવસ દરમિયાન આકાશમાં વાદળ છવાયેલાં રહ્યાં હતાં. ત્યારે સાંજ પડતાં જ ઘણા જિલ્લાના વિસ્તારોમાં વરસાદ શરુ થયો હતો.
વડોદરા: રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. નવરાત્રી પુર્ણ થયા બાદ હવે રાજ્યના કેટલાક જીલ્લાઓમાં ફરીથી વરસાદી માહોલ છવાઈ ગયો છે. આજે અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં નવરાત્રિ પછી વરસાદી ઝાપટાં પડ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી અમદાવાદ સહિત રાજ્યમાં વાતાવરણે મિઝાજ બદલ્યો હતો અને દિવસ દરમિયાન આકાશમાં વાદળ છવાયેલાં રહ્યાં હતાં. ત્યારે સાંજ પડતાં જ ઘણા જિલ્લાના વિસ્તારોમાં વરસાદ શરુ થયો હતો. વડોદરા, પંચમહાલ, વડોદરા ગ્રામ્ય અને સાબરકાંઠામાં વરસાદ પડ્યો છે.
આજે પડેલા વરસાદની વાત કરીએ તો વડોદરા શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી જ શહેર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યા હતું. ત્યારબાદ સમી સાંજે શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના રાવપુરા, નિઝામપુરા, છાણી, સમાં, સમતા, ગોરવા, હરણી, ફતેહગંજ, સયાજીગંજમાં ભારે વરસાદ પડ્યો હતો. સાંજે ધોધમાર વરસાદ પડતાં શહેરમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ વડોદરા ગ્રામ્યમાં પણ વાઘોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
આ સિવાય અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. જેમાં ઈસરોલ, જીવનપુર, બોલુન્દ્રા વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો છે. વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે અરવલ્લીના ભિલોડા તાલુકામાં વરસાદ વરસ્યો છે. ધોલવાણી, ખૂમાપુર, માકરોડાના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદ થતાં રસ્તા પર પાણી ભરાયા છે. તેવી રીતે સાબરકાંઠા જિલ્લામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે. હાલ હિંમતનગર, પ્રાંતિજ, વડાલી અને વિજયનગર પંથકમાં વરસાદ પડ્યો છે. આ સિવાય ઉમિયાનગર, કઠવાવડી, કાલવણ અને ખેડાસણમાં પણ વરસાદ છે. વરસાદ થતાં ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.
આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી હતી. જ્યારે આગામી દિવસોમાં અન્ય રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અસર ગુજરાતમાં થઈ શકે છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, ભરૂચમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
જુઓ આ પણ વીડિયો:-