અચાનક ગાયબ થયેલા વરસાદ અંગે આવ્યા નિરાશાજનક સમાચાર
છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાંથી વરસાદ (gujarat rain) ગાયબ થઈ ગયો છે. ન વાદળછાયુ વાતાવરણ બને છે, ન તો વરસાદ આવે છે. વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને ગરમી છે. ત્યારે જો તમે વરસાદની રાહ જોઈ રહ્યા છો તે તમારા માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતાના અપડેટ મુજબ, હાલ ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાંથી વરસાદ (gujarat rain) ગાયબ થઈ ગયો છે. ન વાદળછાયુ વાતાવરણ બને છે, ન તો વરસાદ આવે છે. વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને ગરમી છે. ત્યારે જો તમે વરસાદની રાહ જોઈ રહ્યા છો તે તમારા માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતાના અપડેટ મુજબ, હાલ ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી.
હાલ વરસાદની સિસ્ટમ ઉદભવી નથી
વરસાદ મામલે હજીપણ નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હજી એક સપ્તાહ વરસાદ નહિ આવે. હવામાન ખાતા (weather department) પાસેથી મળતી માહિતી અનુસાર, હાલ વરસાદ આવે એવી એકેય સિસ્ટમ ઉદભવી નથી. માત્ર દક્ષિણ ગુજરાતમાં અતિ સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. વર્તમાન સીઝનમાં જરૂરિયાત મુજબનો વરસાદ થયો છે.
...તો ક્યારે આવશે વરસાદ
હવે વરસાદ ક્યારે આવશે તે વિશે હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યુ કે, મધ્ય જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ (monsoon) ની અસર જોવા મળશે.