ઉમેશ પટેલ/વલસાડ :ગુજરાતનો વલસાડ જિલ્લો ચેરાપુંજી કહેવાય છે. દક્ષિણ ગુજરાતનો આ જિલ્લો એવો છે, જ્યાં દર વર્ષે સારો વરસાદ વરસે છે. આ જિલ્લાના લોકોને ક્યારેય પાણી માટે વલખા મારવા પડતા નથી. વલસાડ જિલ્લામાં ચોમાસાની સેકન્ડ ઈનિંગમાં હવે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. જિલ્લામાં ગતરોજ સાંજથી જે વરસાદની શરૂઆત થઈ છે, ત્યારથી લઈને અત્યાર સુધી ભારે ભારે વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લાં 12 કલાકમાં જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ 12 કલાકમાં વાપી અને પારડીમાં પડ્યો છે. જિલ્લાનો સૌથી વધુ વરસાદ વાપીમાં 4.36 ઇંચ નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અન્ય તાલુકમાં વરસાદની વાત કરીએ તો


  • ઉમરગામ - 2.16 ઇંચ

  • કપરાડા - 1.32 ઇંચ

  • ધરમપુર - 1.2 ઇંચ

  • પારડી - 3.38 ઇંચ

  • વલસાડ - 2.08 ઇંચ

  • વાપી - 4.36 ઇંચ 


વલસાડ જિલ્લામાં એક તરફ વરસાદી માહોલ છે, તો બીજી તરફ જિલ્લાના કપરાડામાં ધુમ્મસભર્યું વાતાવરણ છે. જેને લઈ વાહન ચાલકો ભારે પરેશાનીમાં મૂકાયા છે. વરસાદ અને રસ્તા પર મસમોટા ખાડાને લઈ વાહન ચાલકોને ગાડીઓ ચલાવવા મુશ્કેલી પડી રહી છે. કપરાડાથી નાનાપોઢા હાઇવે પર મસમોટા ખાડા અને ઝીરો  વિઝીબલિટીને લઈ લોકો હેરાન પરેશાન થયા છે. ગાઢ ધુમ્મસમાં રસ્તાઓ પણ ગાયબ થયેલા દેખાઈ રહ્યાં છે.