ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે. લગભગ એક મહિનાથી ગુજરાત (gujarat rain) માંથી વરસાદ ગાયબ છે. જેને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહ્યાં છે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની તાતી જરૂરિયાત છે. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમના માટે એક રાહતના સમાચાર આવ્યા છે.  ત્યારે આજે અને કાલે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા આગાહીકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : લાખો રૂપિયા ખર્ચીને કેનેડા જવાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ખાસ વાંચે આ સમાચાર


જાણો ક્યાં ક્યાં આવશે વરસાદ 
જાણીતા એક્સપર્ટ અંબાલાલ પટેલે આગાહી (weather update) કરી કે, રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની તાતિ જરૂરિયાત છે. ત્યારે તારીખ 14 અને 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં સારા વરસાદી ઝાપટા થવાની શકયતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા 14 અને 15 ઓગસ્ટ દરમિયાન સમયાંતરે ચાલુ જ રહેશે. જયારે બંગાળના ઉપસાગરનું વહન તારીખ 18 ઓગસ્ટથી સક્રિય થતા રાજ્યના અનેક ભાગોમાં તારીખ 19 ઓગસ્ટથી તેની અસર જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ (monsoon) થવાની શક્યતા છે. તો તારીખ 21 થી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો અરવલ્લી, સાબરકાંઠા, મેહસાણા, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શકયતા છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. 


આ પણ વાંચો : ખેડામાં એસટી બસ ટ્રકમાં ઘૂસી ગઈ, અકસ્માતમાં 32 મુસાફરો થયા ઈજાગ્રસ્ત 


સપ્ટેમ્બરમાં પણ વરસાદ સારો રહેશે 
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં સરેરાશ સારા વરસાદના કારણે વરસાદની ઘટ પુરી થઈ શકે છે. તારીખ 25 થી 28 ઓગસ્ટ દરમિયાન પણ સારા વરસાદની શક્યતા છે. તો આગામી સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં પણ ગુજરાતમાં વરસાદ રહેશે. કોઈ-કોઈ ભાગોમાં 1 ઇંચ, તો કોઈ કોઈ ભાગોમાં 2 ઇંચથી વધારેનું પ્રમાણ રહી શકે છે. હમણાં બે ત્રણ દિવસ વરસાદી ઝાપટા પવન સાથે રહેશે. આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે.


આ પણ વાંચો : સ્પાઈડર મેનની જેમ વીજ પોલ પર ચઢી ગઈ ગુજરાતી મહિલા, જોતજોતમાં વાયરલ થયો વીડિયો