ઝી મીડિયા બ્યુરો : ગુજરાતનાં વાતાવરણમાં અચાનક બે જિલ્લાઓમાં પલટો જોવા મળ્યો હતો. ભર ઉનાળે વરસાદ (Rain)ના છાંટા પડતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગુજરાતમાં વાતાવરણ ખુબ જ અસામાન્ય રહ્યું છે. શિયાળામાં પણ વરસાદ (Rain) નોંધાઇ ચુક્યો છે.  ત્યારે ભર ઉનાળે બે જિલ્લામાં વરસાદ (Rain)ની ઘટનાથી ખેડૂતોની ચિંતા વ્યાપી છે. ખેડૂતો ખાસ કરીને કેરીના પાકને જો હવે નુકસાન થાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત અનેક પાકોને પણ વરસાદ (Rain) કરતા સાથે ફુંકાતા પવનોથી નુકસાન થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surendranagar: વોરન્ટ બજાવવા ગયેલા કોન્સ્ટેબલને આરોપીએ કીધું દારૂ પીવું છે? કોનસ્ટેબલ મહેફીલે મંડાઇ ગયા


દાહોદમાં ભર ઉનાળે વરસાદી (Rain) વાતાવરણ
દાહોદ શહેરનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દાહોદ શહેરના વાતાવરણમાં અચાનક આવ્યો પલ્ટો જોવા મળ્યો હતો. વાદળ છાયું વાતાવરણ થતાં ઝરમર વરસાદ (Rain) પણ પડ્યો હતો. કમોસમી વરસાદ (Rain)થી નાગરિકોમાં પણ કુતુહલ ફેલાયું હતું. કમોસમી વરસાદ (Rain) વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. 


India vs England: અમદાવાદમાં થોડીવારમાં શરૂ થશે T20, આ 5 ખેલાડી ભારતને જીતાડી શકે છે મેચ


દેવભૂમિ દ્વારકાનાં ભાણવડમાં વરસાદ (Rain)
દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પણ ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ થતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. દ્વારકા જિલ્લાના ભાણવડમાં એક સાથે ત્રણ ઋતુનો અનુભવ નાગરિકોએ કર્યો હતો. વહેલી સવારે ઠંડી બપોરે ગરમી અને બપીર બાદ હળવા વરસાદી (Rain) છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદ (Rain) થતાં લોકો અને ખેડૂતોની પરેશાનીમાં વધારો થયો છે. હળવા છાંટા પડતા રોડ રસ્તા ભીના થયા હતા. વરસાદી (Rain) માહોલના કારણે ખેડૂતોને ધાણાના પાકને નુકશાની જવાની ભીતિ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube