અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુલાબ અને શાહીન વાવાઝોડાના કહેર બાદ આખરે ગુજરાત (gujarat rains) માં વરસાદે વિરામ લીધો છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદે લોકોને ત્રાહિમામ પોકારી દીધા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે આખરે બ્રેક લીધો છે. ત્યારે વરસાદ મામલે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ હવે ચોમાસુ લગભગ પૂર્ણાહુતિના આરે આવી ગયુ છે. સાથે જ નવરાત્રિ (Navratri) પણ સારી જવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. સાથે જ ચોમાસુ પૂર્ણ થવાના સંકેત પણ હવામાન વિભાગે આપી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યમાં ચોમાસુ પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થઈ ગયુ છે. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી આંશિક અસર યથાવત રહેશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. હાલ કોઈ વિશેષ સિસ્ટમ અસ્તિત્વમાં નથી, પરંતુ સ્થાનિક વાતાવરણના કારણે હળવો વરસાદ આવી શકે. હજી પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી વાદળો બંધાઈ રહ્યા છે. આગામી 3 દિવસમાં ચોમાસુ પૂર્ણ થવા તરફ વધુ આગળ વધશે. 


નવરાત્રિમાં વરસાદ નહિ આવે - હવામાન વિભાગ 
હવામાન વિભાગે જણાવ્યું કે, હવે ચોમાસુ પૂર્ણ થવાના આરે આવી ગયુ છે. 6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થઈ ગઈ છે. સાથે જ નવરાત્રિમાં વરસાદનો ખતરો પણ નહિ રહે. નવરાત્રિ દરમિયાન વરસાદ આવવાના કોઈ સંકેત નથી દેખાતા. રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે.