Breaking: ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ, વધુ એક MLA સહિત કુલ 5 ધારાસભ્યોના રાજીનામા
ગુજરાતમાં કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થયેલી જોવા મળી રહી છે. રાજ્યસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યાં ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો ધડાધડ રાજીનામા આપવા માંડ્યા છે. મળતી માહિતી મુજબ ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુએ અંગત કારણોસર બે દિવસ પહેલા રાજીનામું આપી દીધુ હોવાના અહેવાલો છે.
ઝી મીડિયા, અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થયેલી જોવા મળી રહી છે. રાજ્યસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યાં ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો ધડાધડ રાજીનામા આપવા માંડ્યા છે. મળતી માહિતી મુજબ ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુએ અંગત કારણોસર બે દિવસ પહેલા રાજીનામું આપી દીધુ હોવાના અહેવાલો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અગાઉ કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં હોવાના અહેવાલો હતાં. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાની વિધાનસભાના અધ્યક્ષશ્રીએ પણ કબુલાત કરી છે. જો કે અધ્યક્ષશ્રીએ આ ધારાસભ્યોના નામની સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. પરંતુ આ ધારાસભ્યોના નામ મંગળ ગાવિત, જે વી કાકડિયા, સોમાભાઈ પટેલ અને પ્રદ્યુમ્ન જાડેજા હોવાનું કહેવાય છે. આ બાજુ કોંગ્રેસ પણ ધારાસભ્યોને બચાવવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહી છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચે આજે બેઠક યોજાઈ છે. મોટાભાગના ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
કોઈ પણ ઈમાનદારે નથી આપ્યું રાજીનામું-ધાનાણી
આ બાજુ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરતા કહ્યું છે કે હાલ કોંગ્રેસના એક પણ ઈમાનદાર ધારાસભ્યે રાજીનામું આપ્યું નથી. તેમણે લોકોને અપપ્રચારથી દૂર રહેવાની અપીલ કરી છે.
વધુ વિગત માટે જુઓ VIDEO
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube