બ્રિજેશ દોશી/ગાંધીનગર: સરકારની થિંક ટેન્ક નીતિ આયોગે ત્રીજો ઈનોવેશન ઈન્ડેક્સ બહાર પાડ્યો છે. ઇન્ડેક્સમાં મુખ્ય રાજ્યોમાં કર્ણાટકને પ્રથમ સ્થાન મળ્યું છે. જેમાં તેલંગાણાને બીજું અને હરિયાણાને ત્રીજું સ્થાન મળ્યું છે. પરંતુ વિકાસની મોટી મોટી વાતો કરતું ગુજરત ઈન્કેક્સ લિસ્ટમાં પછડાયું છે. ગુજરાત ઈનોવેશનમાં અગ્રેસર હોવાના દાવાઓનો ફુગ્ગો ફૂટી ગયો છે અને સરકારે 2021માં બહાર પાડેલા લિસ્ટમાં ટોપ 10માં પણ નથી. તમને જણાવી દઈએ કે ઇન્ડીયા ઇનોવેશન ઇન્ડેક્સ 2019માં ગુજરાતનો 9મા ક્રમે હતું, જ્યારે 2020માં ગુજરાત 8મા ક્રમે હતું. પરંતુ ગુજરાતમાં વિકાસની મોટી વાતો કરતી સરકાર માટે ટોપ 10 માંથી બહાર ફેંકાવું શરમજનક કહી શકાય તેમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયોગ દ્વારા ત્રીજા અહેવાલમાં ગુજરાતની સ્થિતિ કથળી છે. ઇન્ડીયા ઇનોવેશન ઇન્ડેક્સ 2021માં ગુજરાત 14માં ક્રમે ધકેલાઈ ગયું છે. વિકાસની મોટી વાતો કરતી સરકારે માત્ર જાહેરાત નહી પરંતુ ઈકો સિસ્ટમ બનાવવાની જરૂરિયાત ઉભી થઈ છે. કરોડો રૂપિયાની જાહેરાતો પાછળ ખર્ચો કર્યા પછી પણ ગુજરાત સતત પાછળ ધકેલાઈ ગયું છે. દેશના તમામ પ્રગતિશીલ રાજ્યમાં ગુજરાત 14મું રાજ્ય બન્યું છે. બીજી બાજુ નીચેથી ગુજરાતનો ચોથો ક્રમાંક આવે છે જે આપણા બધા માટે શરમજનક વાત છે. રોકાણ ઇન્વેસ્ટમેન્ટ માટે જ્ઞાન આધારિત માણસ તૈયાર કરવા જેવા 66 માંથી 49 માપદંડમાં ગુજરાત પાછળ ધકેલાયું છે.


પશુ વેતર પીરિયડમાં આવ્યું છે કે કેમ? આ અનોખુ સંશોધન પશુપાલકો માટે આશીર્વાદ રૂપ બનશે


આયોગના ઈનોવેશન ઈન્કેશનની સ્થિતિ જોતા સરકાર માત્ર જાહેરાત લક્ષી વાતો કરે છે. ગુજરાતમાં યુવાધનને તકો ઓછી મળી રહી છે, શિક્ષણ વિભાગમાં અનેક શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. લેબોરેટરીમાં કામ કરતા ટયુટરોની જગ્યા સતત ખાલી પડી છે. કૃષિ ક્ષેત્રે પણ અનેક સમસ્યાઓ હાલ ચાલી રહી છે. કમનસીબી કે ગુજરાતની ભ્રષ્ટ સરકાર ઇનોવેશનમાં કામ કરતા યુવાનોને પાછળ ધકેલી રહી છે અને પોતાના મળતિયા સાચવવા પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં જ્ઞાન આધારિત સોસાયટીમાં ડેવલપમેન્ટ ઘટયું છે. 


ગુજરાત હંમેશા ઈનોવેશનમાં અગ્રેસર રહે તેમ છે, પણ સરકાર તેમાં ઉની ઉતરી છે. કર્ણાટક સહિત દિલ્લી, હૈદરાબાદ અને સાઉથનાં રાજ્યો ઇન્ફોર્મેશન ક્ષેત્રે ઘણા આગળ વધ્યા છે. રાજીવ ગાંધીએ ટેકનોલોજી ક્ષેત્રે આ સદીમાં દીર્ઘ દૃષ્ટિ રાખી હતી. ગુજરાત IT હબ બનવું જોઈએ, પરંતુ જેમાં પ્રોત્સાહન આપવા સરકાર કમજોર સાબિત થઈ રહી છે, જે નીતિ આયોગના રિપોર્ટમાં સાબિત થયું છે. સરકાર નવી તક આપવામાં નિષ્ફળ ગઈ છે. 


મુસ્લિમ દીકરીએ ઈતિહાસ રચ્યો! હિન્દુઓને પણ શરમાવે તેવા સંસ્કૃત જ્ઞાનથી પીએચડી થઇ


ઈનોવેશન ઈન્કેશનની સ્થિતિ જોઈને સરકારને થોડી પણ શરમ હોય તો યુવાનોને શોધ શંસોધન ક્ષેત્રે યોગ્ય યુવાનો માટે યોગ્ય સુવિધા અને સુધારા અંગે કામ કરવામાં આવે. લેબ, લાયબ્રેરીમાં ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે. તો જ ગુજરાતે ગુમાવેલો ક્રમ પાછો મળી શકે તેમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube