વડોદરા : પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા જિલ્લાએ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલના ભાગરૂપે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા પંચ જળ સેતું પ્રોજેક્ટના માપદંડોને આધારે વડોદરાની સર્વ શ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી થઇ છે. જિલ્લાના તત્કાલીન કલેકટર અને હાલ વડોદરા મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા વડોદરા જિલ્લાને મળેલ પુરાસ્કાર બદલ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મળેલ સહયોગ બદલ આભાર વ્યકત કર્યો તથા જિલ્લા વહીવટી તંત્રની મહેનતને બિરદાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા અધધધ 5677 કેસ, 1359 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી


કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર - ૨૦૨૦ ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા જિલ્લો બીજા ક્રમે રહ્યો છે. ગુજરાત સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલના ભાગરૂપે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા પંચ જળ સેતું પ્રોજેક્ટના માપદંડોને આધારે વડોદરાની સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી થઈ છે. પ્રધાનમંત્રીની પ્રેરણા, પ્રોત્સાહન, અને માર્ગદર્શન તેમજ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ જળ જીવન મિશનના ભાગરૂપે જળ માટેની વિવિધ યોજનાઓના સમન્વયથી તથા ગુજરાત સરકારના સતત પ્રયત્નોથી વડોદરા વહીવટી તંત્રએ પંચ જળ સેતુ જેવા આગવા પ્રોજેક્ટનો સફળ અમલીકરણ શક્ય બન્યું છે. 


કોરોનાની ગમે તેવી લહેર આવે હવે દરેક જિલ્લાઓ તમામ પ્રકારે કોરોના સામે લડવા માટે સજ્જ


પાણીએ જીવનનું મૂળ છે. ભારતમાં પાણીની વર્તમાનમાં દર વર્ષે ૧૧૦૦ બિલિયન ક્યુબિક મીટરની જરૂરિયાત છે. જેને વર્ષ ૨૦૫૦ સુધીમાં ૧૪૪૭ બિલિયન કયુબિક મીટર સુધી વધવાની સંભાવના છે. એક સંસાધનના રૂપમાં જળ મહત્વપૂર્ણ છે. ભારતમાં સમગ્ર વિશ્વની કુલ વસ્તીના ૧૮ ટકા લોકો રહે છે. જળ સમૃદ્ધ ભારતના લક્ષને હાંસલ કરવા માટે દેશભરમાં વિવિધ રાજ્યો, જિલ્લા,વ્યક્તિઓ,સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા પ્રેરક કાર્યો અને પ્રયાસોને પ્રોત્સાહિત કરવા વર્ષ ૨૦૧૮ થી વિવિધ ૧૧ કેટેગરીમાં રાષ્ટ્રીય જળ પુરસ્કાર આપવામાં આવે છે. 


અમદાવાદ,સુરત બાદ વડોદરા પણ વિકાસની હરણફાળ ભરશે, લાંબા સમયથી રાહ હતી તેને CM એ આપી મંજૂરી


પંચ જલ સેતુ દ્વારા પાણીના સમુચિત પ્રબંધનના પાંચ વિવિધ પાસાઓના એક્સુત્રી સંકલન વડે આદર્શ જલ વ્યવસ્થાપનનું પ્રેરક મોડલ રજૂ કરનાર વડોદરા દેશનો પ્રથમ અને એકમાત્ર જિલ્લો છે. આ પાણીદાર પાણી પ્રબંધનની દેશનું ધ્યાન ખેંચનારી કામગીરી ટીમ વડોદરાએ કરી છે. તેમણે જાહેર ક્ષેત્રના અગ્રણી એકમો અને આ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓના નિષ્ણાતોની નિપુણતાનો લાભ પંચ જલ સેતુના અમલીકરણમાં મળે તેવું સંકલન કરીને સૌનો સાથ, સૌનો વિકાસનું પ્રધાનમંત્રીનું સૂત્ર સાકાર કર્યું હતું. પંચ જલ સેતુએ જળ આંદોલન દ્વારા જળ ક્રાંતિની દિશા દર્શાવી છે. તેમાં ઘર ઘર નલ સે જલ અને ભૂગર્ભ કુંવાઓને બદલે સરફેસ વોટર આધારિત પાણી પુરવઠા યોજનાઓએ એક નવી દિશા દર્શાવી છે. 


યુવતીઓના માતા પિતા સાવધાન: ઓનલાઇન ડિલિવરીના બહાને આવતો યુવાન એવું કરતો કે...


વડોદરા જિલ્લાએ પ્રત્યેક ઘરને નળથી પાણી મળે એવું પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર કર્યું છે. જ્યારે આયોજનની અન્ય કડીઓમાં વર્ષા જલ નિધિ હેઠળ જિલ્લાની ૧૦૦૦ થી વધુ સરકારી શાળાઓની છત પરથી વરસાદી પાણીને જમીનમાં સિંચવાની વ્યવસ્થા, જલ સેતુ હેઠળ ગામોના વપરાશી મલિન જળનું શુદ્ધિકરણ અને ખેતી જેવા હેતુઓ માટે તેના વેચાણથી યોજનાનું સંચાલન, સૂર્ય જલ પ્રકલ્પ હેઠળ ગ્રામ પાણી પુરવઠા યોજનાઓની ૨૨ ટાંકીઓ પર સોલર પેનલ બેસાડીને દૈનિક ૩૫૫ યુનિટ જેટલું વીજ ઉત્પાદન ગ્રીડમાં આપીને પાણી પુરવઠા વ્યવસ્થાનો ખર્ચ ઘટાડવો અને સુજલામ સુફલામ્ હેઠળ કેનાલો અને કાંસો, ચેક ડેમોની સફાઈ અને કાંપનો નિકાલ, હયાત તળાવો ઉંડા કરવા, નવા તળાવો ખોદવા જેવા કામો દ્વારા વરસાદી પાણીના સંગ્રહની ક્ષમતા વધારવા જેવા આયોજનોનો સમાવેશ થાય છે.


Positive News: રસીથી રાહત રોજનાં હજારો કેસ આવે છે પરંતુ કોઇ દર્દીને હોસ્પિટલમાં દાખલ નથી થવું પડતું


ગ્રામીણ સમિતિઓ દ્વારા પાણી પુરવઠા યોજનાઓનું લોક સહભાગીદારીથી સંચાલન અને લોકોને પાણી બચાવવાના અસરકારક શિક્ષણથી જળ સંરક્ષણની જાગૃતિના આયામનો સમાવેશ થાય છે. આ જળ ક્રાંતિકારી સેતુમાના એક સેતું વર્ષા જળ નિધીને રાષ્ટ્રવ્યાપી મન કી બાત સંવાદમાં તેનો ઉલ્લેખ કર્યો છે. નીતિ આયોગ દ્વારા પણ આ સેતુને બિરદાવવામાં આવેલ હતો. વડોદરા જિલ્લાને ૨૦૧૯ માં રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ ગોલ્ડ કેટેગરીમાં અને મેરીટ સર્ટિફિકેટ પણ પ્રદાન કરવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube