અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક જીત મેળવી રહી છે. પાર્ટી 150થી વધુ સીટો જીતીને નવો રેકોર્ડ બનાવી રહી છે. આ વચ્ચે રાજકોટ નોર્થ સીટ પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા મેદાનમાં ઉતર્યા હતા. રિવાબાએ જામનગર નોર્થ સીટ પરથી 30 હજાર કરતા વધુ મત કરતા જીત મેળવી રહ્યાં છે. એટલે કે રિવાબા જાડેજા પ્રથમવાર વિધાનસભા પહોંચવાના છે. રિવાબાના ચૂંટણી પ્રચારમાં રવિન્દ્ર જાડેજા પણ જોવા મળ્યા હતા. તેમણે રિવાબાની ઉમેદવારી નોંધાવવાની સાથે ચૂંટણી પ્રચારમાં પત્નીનો ખુબ સાથ આપ્યો હતો. હવે રિવાબાની જીત બાદ ટ્વિટર પર રવિન્દ્ર જાડેજાને લઈને મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે. 


રિવાબાની જીત બાદ સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube