અમદાવાદ: સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લેતાં બાબરી મસ્જિદ વિધ્વંસ અને ગુજરાત રમખાણો સાથે જોડાયેલા કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોને લઇને દાખલ કરવામાં આવેલી અરજીઓનો હવે કોઇ અર્થ નથી. એવામાં તેમના પર કાર્યવાહીને બંધ કરવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોના 9 માંથી 8 કેસમાં ટ્રાયલ પુરી થઇ ગઇ છે. આ ઉપરાંત કોર્ટે બાબરી વિધ્વંસ સાથે જોડાયેલા તિરસ્કારના કેસોને બંધ કરવાનો આદેશ આપ્યો છે. 


જોકે સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં એડવોકેટ પ્રશાંત ભૂષણ અને પત્રકાર તરૂણ તેજપાલ વિરૂદ્ધ તિરસ્કારની અવગણનાની કાર્યવાહીને બંધ કરવાનો આદેશ આપ્યો છે. બંનેએ આ મામલે માફી માંગી લીધી છે. જોકે પ્રશાંત ભૂષણે 2009 માં એક ઇન્ટરવ્યૂમાં પૂર્વ અને હાલના જજો પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ કેસની પેરવી કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે પ્રશાંત ભૂષણ અને તરૂણ તેજપાલે માફી માંગી લીધી છે. એટલા માટે બંને વિરૂદ્ધ કેસને બંધ કરવામાં આવે છે. તેમની આ માંગને જસ્ટિસ ઇન્દીરા બેનર્જી, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની બેંચએ સ્વિકાર કરી લીધો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube