ઉદય રંજન/આશ્કા જાની/અમદાવાદ :ગુજરાત રમખાણ મામલે તિસ્તા કેસમાં હવે તે સમયના એસઆઇટી તત્કાલીન ડીજીપી, તે વખતના આઇબી ડીજીપી, તે વખતના એસીએસ હોમ સહિતના અધિકારીઓના ફરીથી નિવેદન લેવાશે. સંજીવ ભટ્ટના ખોટા સોંગદનામાને લઇને એસઆઇટી તમામ અધિકારીઓના નિવેદન નોંધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રમખાણોના મામલે તે સમયે પણ એક એસઆઈટી બનાવવામાં આવી હતી. જેમાં તે સમયના તત્કાલીન ડીજીપી, તે વખતના આઇબી ડીજીપી, તે વખતના એસીએસ હોમ સહિતના અધિકારીઓના નિવેદન લેવાયા હતા. ત્યારે સંજીવ ભટ્ટના ખોટા સોંગદનામાને લઇને એસઆઇટી તમામ અધિકારીઓના ફરીથી નિવેદન લેવાશે. આ સાથે જ એ પણ ખુલાસો થયો છે કે,  તત્કાલીન મુખ્યમંત્રી રમખાણો વખતે બોલાવેલી બેઠકમા સંજીવ ભટ્ટ હાજર ન હતા. 


આ પણ વાંચો : અમરેલીની માનવ લોહીની તરસી સિંહણ પાંજરે પૂરાઈ, વન વિભાગે મેગા ઓપરેશનથી આખો વિસ્તાર કોર્ડન કર્યો હતો


તિસ્તાના એક સમયના સાથી રઈસ ખાનનો મોટો ઘટસ્ફોટ
તો વર્ષ 2002 ના ગુજરાત રમખાણોમાં ખોટા એફિડેવિટ કરવા અને સાક્ષી ઉભા કરવાનો મામલે તિસ્તા સેતલવાડ સામે વધુ એક મહત્વનું નિવેદન એસઆઈટી દ્વારા નોંધવામાં આવ્યું છે. વર્ષો સુધી સાથે કામ કર્યા બાદ છુટા પડેલા રઈસ ખાને SIT સામે નિવેદન નોંધ્યુ છે. તિસ્તાના એક સમયના ઘનિષ્ઠ સાથી રઈસ ખાને તીસ્તા સામે મેજિસ્ટ્રેટ સમક્ષ 164 મુજબ નિવેદન આપ્યુ છે. જેના આધારે આ કેસમાં નવા આરોપીઓ ઉમેરવાની શક્યતા છે. 


આ પણ વાંચો : દાહોદ પાસે માલગાડીને અકસ્માત, 12 ડબ્બા એકબીજા પર ચઢી ગયા, દિલ્હી-મુંબઈની ટ્રેનોને અસર


અહેમદ પટેલની હાજરીમાં રૂપિયા અપાયા હતા 
રઈસ ખાને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તિસ્તા સેતલવાડની કોંગ્રેસના નેતા અહેમદ પટેલ સાથે બેઠક થઈ ત્યારે તે પોતે હાજર હતો. બેઠકમાં કોંગ્રેસના તત્કાલિન નેતાઓ પણ હાજર હતા. બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી અને જેમાં અહેમદ પટેલે 5 લાખ રૂપિયા આપ્યા હતા અને સાથે જ પછી 25 લાખ રૂપિયા આપ્યા હતા. આ બેઠક ગુજરાતમાં થનારી ચૂંટણીમાં સરકાર ઉથલાવી પાડવા માટે મોટું ષડયંત્ર ઘડવા માટે મળી હતી. ત્યાર બાદ તિસ્તાએ રઇસ ખાનને પણ ધમકીઓ આપી હતી અને તેણે તીસ્તા સાથે છેડો ફાડી દીધો હતો.