ભારતમાં લોકો ભૂત પિશાચ જેવી ચીજોમાં ઘણો વિશ્વાસ કરતા હોય છે. આત્માઓ, રાક્ષસ, પ્રેત, તમે તેમને જે પણ નામ આપવા માંગો તે આપી શકો છો. ક્યારેક આવી કોઈ નકારાત્મક શક્તિઓથી પરેશાન હોવ ત્યારે તે માટે અનેક લોકો સલાહ આપતા હોય છે કે આ મંદિરમાં જાઓ, તે દરગાહમાં જાઓ જ્યાં આત્માથી છૂટકારો મળે છે. પણ તમને કદાચ એ વાત પર વિશ્વાસ ન આવે અને તમે તેને નજરઅંદાજ કરતા હશો. આજે અમે તમને એવી એવી જગ્યાઓ વિશે જણાવીશું કે જ્યાં તંત્રમંત્ર થાય છે. આત્માઓ કાઢવાનો કે ભૂત પિશાચ ચૂડેલોથી છૂટકારો અપાવવાનો દાવો કરવામાં આવે છે. ગુજરાતના આવા જ બે સ્થળો વિશે આપણે જાણીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રી કષ્ટભંજન દેવ હનુમાન
કષ્ટભંજન દેવ હનુમાનજીનું આ મંદિર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલું ખુબ જ પ્રખ્યાત મંદિર છે. સાળંગપુરના હનુમાન તરીકે પણ આ મંદિર ઓળખાય છે. મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી હેઠળ આવે છે. મંદિરમાં ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. એવું કહેવાય છે કે તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજ્યું હતું ત્યારે ગોપાળાનંદ સ્વામીએ લાકડી વડે મૂર્તિને સ્થિર કરી અને દૈવત મૂક્યું. તે સમયથી આ મંદિરમાં ભૂત પ્રેત, પિશાચ, ડાકળ કે વળગણને નષ્ટ કરવા માટે લોકો ઉમટી પડે છે. નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે આ મંદિર પ્રખ્યાત છે. શ્રદ્ધાળુઓ એવું પણ કહે છે કે આવા લોકોને જ્યારે હનુમાનજીની મૂર્તિ સામે લાવવામાં આવે છે અને તેમની આંખોમાં જુએ છે તે ક્ષણથી જ તેઓ આવી નકારાત્મક શક્તિઓની પકડમાંથી મુક્ત થઈ જાય છે. 


હજરત સઈદ અલી મીરા દાતાર દરગાહ, ઉનાવા
ગુજરાતના ઉનાવા પંથકમાં અને અમદાવાદથી લગભગ 100 કિમી દૂર હજરત સૈયદ અલી મીરા દાતાર દરગાહ આવેલી છે. એવું કહેવાય છે કે અહીં લોકો ખરાબ આત્માઓથી પીછો છોડાવવા માટે આવે છે અને આ સ્થળે ખુબ અજીબ ચીજો પણ જોવા મળે છે. આ દરગાહમાં દરેક ધર્મ, જાતિ અને પંથના લોકોનું સ્વાગત કરવામાં આવે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી કે અંધવિશ્વાસને પ્રોત્સાહન આપતું નથી.)