Cyber Fraud In Gujarat : ગુજરાતીઓ પૈસા કમાવવાની સાથે ગુમાવવામાં પણ અવ્વલ છે. લોકસભામાં જાહેર કરાયેલા ડેટામાં આ માહિતી સામે આવી છે. દેશમાં સૌથી વધુ સાયબર ફ્રોડનો શિકાર ગુજરાતીઓ બન્યા છે. એક વર્ષમાં ગુજરાતીઓએ સાયબર ફ્રોડમાં 156 કરોડ ગુમાવ્યા છે. તેના બાદ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. પરંતુ 156 કરોડ ગુમાવવાનો આંકડો આખા દેશમાં સૌથી વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભામાં રજૂ કરાયા આંકડા 
આ સપ્તાહની શરૂઆતમાં લોકસભામાં આ આંકડા રજૂ કરવામાં આવ્યા છે. સંજય ભાટિયા, પીસી મોહલ અને એલએસ તેજસ્વી સૂર્યા સહિતના આઠ સાંસદોએ આ અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાએ આ ડેટા જાહેર કર્યાં છે. આ આંકડા અનુસાર, ગુજરાતીઓએ એક વર્ષમાં સાયબર ક્રાઈમમાં 156 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. 


22 વર્ષ પહેલા ગુમ થયેલો દીકરો સાધુ બનીને દરવાજે ભિક્ષા માંગવા આવ્યો


કોલ કરવામાં પણ ગુજરાતીઓ આગળ
એટલુ જ નહિ, વર્ષ 2023 માં નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન એટલે કે 1930 નંબર પર ગુજરાતમાંથી કુલ 1,21,701 કોલ ડાયલ થયા છે. એટલે કે, દરરોજ 333 કોલ અને દર ચાર મિનિટે એક કોલ. ગુજરાતીઓ આ હેલ્પલાઈન નંબર પર કોલ કરવામાં પણ પ્રથમ નંબરે છે. 


એક વર્ષમાં કેટલા કોલ કર્યાં


  • ગુજરાતમાંથી કુલ 1,21,701 કોલ

  • ઉત્તર પ્રદેશમાંથી 1.97 લાખ કોલ

  • મહારાષ્ટ્રમાથી 1.25 લાખ કોલ


આ ગુજરાતણ અમેરિકામાં લડશે ચૂંટણી, સ્ટાર્ટ અપ કંપનીની માલિક હવે માંગશે વોટ


પ્રતિ ફરિયાદ પૂર્વાધિકારીની બાબતમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. એક ફિરયાદમાં ગુજરાત માટે સરેરાશ 12,800 રૂપિયા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં 8000 રૂપિયા અને ઉત્તર પ્રદેશના 3000 રૂપિયા હતા. 


આ આંકડા બતાવે છે કે, ગુજરાતમાં સાયબર ક્રાઈમના કિસ્સા સતત વધી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો થઈ રહ્યો છે. સાયબર ફ્રોડ કરનારા પોતાની મોડસ ઓપરેન્ડી સતત બદલી રહ્યાં છે. છતાં વધુ ને વધુ લોકો તેના શિકાર બની રહ્યાઁ છે. 


યજ્ઞ બાદ ધોતી પહેરીને જ કર્મકાંડી બ્રાહ્મણો જુગાર રમવા બેસ્યા, જોઈને પોલીસ પણ ચોંકી