Gujarat Education System અતુલ તિવારી/અમદાવાદ :  ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ધોરણ-1 માં પ્રવેશની વયમર્યાદામાં છૂટછાટ આપવા માંગ કરાઈ છે. આ માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે. નવી શિક્ષણનીતિ મુજબ ધોરણ-1 માં પ્રવેશ માટે 1 જૂન 2023 સુધીમાં બાળકના 6 વર્ષ પૂર્ણ હોવા જરૂરી છે. તેથી બાળકોને ગ્રેસ પિરિયડ આપી એક વર્ષ પૂરતી રાહત આપવા મંડળ દ્વારા સરકારને અપીલ કરાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

40 હજારથી વધુ બાળકોનું વર્ષ બગડતું અટકશે
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા 14 જૂન સુધી જન્મેલા બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવા માટે નિર્ણય લેવા મુખ્યમંત્રીને પત્ર લખી અપીલ કરાઈ છે. મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ તરફથી સરકારને પત્ર લખી કહેવામાં આવ્યું કે, નવી શિક્ષણનીતિ મુજબ એપ્રિલથી નવું શૈક્ષણિક સત્ર શરુ કરવું આ વર્ષે મુશ્કેલ છે. સરકાર 14 દિવસનો જો ગ્રેસ પિરિયડ આપશે, તો 40 હજારથી વધુ બાળકોનું વર્ષ બગડતું અટકશે. બાળ મંદિરની નોંધણી પણ આ વર્ષે થઇ શકી નથી, સરકારે વાલીઓ અને બાળકોના હિતમાં નિર્ણય લેવા મહામંડળ તરફથી અપીલ કરાઇ છે. 


આ પણ વાંચો : 


સંસ્કારીનગરીને હચમચાવતા બે કિસ્સા, લાચાર પિતાએ પુત્રની હત્યા કરી પોતે આત્મહત્યા અને


કૃષ્ણએ અર્જુનને રથમાંથી ઉતરવાનું કહ્યું અને 1 સેકન્ડમાં રથ ભસ્મ થઈ ગયો


પત્રમાં શુ લખ્યું 
14 જુન સુધી જન્મેલા બાળકોને સાશનાધિકારીની પરમિશનથી ધોરણ 1 માં પ્રવેશ આપવા શાળા સંચાલક મંડળે રજુઆત કરી છે. આ માટે મંડળે પત્રમાં લખ્યું કે, અગાઉ એવી જોગવાઈ હતી કે 31 ઓગસ્ટના દિવસે પાંચ વર્ષ પુર્ણ થયા હોય તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવતો હતો. ત્યાર બાદ જે જિલ્લા શિક્ષણાધિકારી કે જિલ્લા સાશનાધિકારી તેઓ 14 સપ્ટેમ્બર સુધીનો ગ્રેસ પિરિયડ ગણીને એટલે કે જો વાલી લેખિત પરવાનગી માંગે તો અધિકારી દ્વારા લેખિતમાં પરવાનગી આપવામાં આવતી હતી અને પહેલા ધોરણમાં બાળકને દાખલ કરવામાં આવતા હતા. હવે નવી શિક્ષણનિતિમાં 31 મે એટલેકે 1લી જુન કટ ઓફ ડેટ ગણવામાં આવી છે. ત્યારે અમે સરકારને વિનંતી કરી છે કે અગાઉની  જેમ ગ્રેસ પિરિયડ આપી 14 જુન કે 15 જુન ગ્રેસ પિરિયડ ગણી આવા  બાળકોનો સમાવેશ કરવામાં આવે તો મોટા ભાગના બાળકો પ્રવેશ મેળવવામાં વંચિત રહી જતા હોય તો તે બચી જાય


તેમણે વધુમાં જણાવ્યું કે, એક વર્ષ પુરતો આ ગ્રેસ પિરિયડ આપવામાં સરકારે કોઈ વાંધો ન હોવો જોઈએ એવું અમારુ માનવું છે.  આ ઉપરાંત શૈક્ષણિક વર્ષ એપ્રિલ મહિનાથી ચાલુ કરવાની પણ અમારી માંગ છે. આ ઉપરાંત નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળ મંદિરની નોંધણી ફરજિયાત કરવાની છે. તેમને મંજૂરીના પત્રો આપવાના છે તે કાર્યવાહી પણ હજુ સુધી આ વર્ષે થઈ શકી નથી. એટલે નવી શિક્ષણનીતીને લઈને જે દ્વીધા છે તેને લઈ આ વર્ષ પુરતુ ગ્રેસ પિરિયડ આપવામાં આવે તો મોટાભાગના વાલીઓનો પ્રશ્નનો ઉકેલ આવી જાય તેમ છે. 


આ પણ વાંચો : જોશીમઠના તબાહીની ચેતવણી 47 વર્ષ પહેલા અપાઈ હતી, ધ્યાન આપ્યુ હોત આજે પરિણામ બીજુ હોત