ભૂજ: મુંબઇથી ભૂજ આવી રહેલા એલાયન્સ એરની એટીઆર ફ્લાઇટ બુધવારે સવારે રનવે પર મોટા અકસ્માતનો શિકાર થતાં માંડ માંડ બચી હતી. આ અકસ્માત ત્યારે સર્જાવવાનો હતો જ્યારે એટીઆર એરક્રાફ્ટનું એન્જીન કાઉન્સિંલ પડી ગયું હતું. ત્યારબાદ એલાયન્સ એટીઆર એરક્રાફ્ટને ભૂજમાં ઇમરજન્સી લેન્ડ કરાવવામાં આવ્યું હતું. ઉડતી વખતે પ્લેનમાં 70 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાં ચાર ક્રૂ મેમ્બર અને એક એરક્રાફ્ટ મેન્ટેનેન્સ માટે એન્જીનિયર પણ સામેલ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એન્જીન કાઉન્સિલ પડતાં થયો સર્જાઇ ઘટના
એવિએશન સેક્ટરની દેખરખ કરતા ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને આ મામલે તપાસ બેસાડી છે. ડાયરેક્ટર જનરલ અરૂણ કુમારના અનુસાર ઉડાન ભરતાં એન્જીન કાઉલિંગ પડી જવાથી આ ઘટના સર્જાઇ હતી. ટેક-ઓફના સમયે મોનિટર કરનાર એર ટ્રાફિક કંટ્રોલ તરફથી એલર્ટ આપવામાં આવ્યું હતું અને અરૂણ કુમારને આ સૂચના આપવામાં આપી છે કે એન્જીન કાઉલિંગ પડી ગયું છે.  


ખરાબ મેન્ટેનસ થઇ હોઇ શકે છે કારણ
કેટલાક અધિકારીઓના અનુસાર ખરાબ મેન્ટેનસ આ ઘટનાનું કારણ હોઇ શકે છે, કારણ કે એન્જીનનું કવર આટલી સરળતાથી અલગ થઇ શકે નહી. એક એક્સપર્ટના અનુસાર આ અકસ્માત ત્યારે જ થઇ શકે છે અથવા એમ કહીએ કે એન્જીનનું કવર હટવાની ઘટના ત્યારે થાય છે, જ્યારે તેના લેચ યોગ્ય રીતે બંધ હોતા નથી. આ ક્રૂ મેમ્બર્સને ટેક-ઓફના પહેલાં જ જોવાનું હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube