શિક્ષણ તંત્ર ખાડે ગયુ... શાળાઓને કોણે ગૂપચૂપ ફી વધારવાની મંજૂરી આપી?
કોરોનાકાળમાં વાલીઓના માથા પર વધુ એક માર પડ્યો છે. FRC એ કેટલીક શાળાને ફી વધારાની ગૂપચૂપ મંજૂરી આપી છે. અમદાવાદની 3,000 શાળાઓની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. રાજ્યની અન્ય કેટલીક શાળાઓએ પણ ફીમાં વધારો કર્યો છે. શાળાઓની ફીમાં 5 ટકા સુધીનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. શાળા સંચાલકો દ્વારા છેલ્લા 2 વર્ષથી કોઈ વધારો નહોતો કરાયો. ત્યારે હાલ શાળાઓમાં બીજુ સત્ર ચાલી રહ્યુ છે અને એપ્રિલમાં બીજુ સત્ર પણ પૂરું થવા જઈ રહ્યું છે તેવામાં ફરી ફી વધારાથી વાલીઓને બેવડો માર પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.