ગૌરવ દવે/રાજકોટ :રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા પ્રાથમિક શાળાઓનું શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે, ત્યારે હવે ફરી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ (offline class) ચાલુ કરવા માંગ ઉઠી છે. ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘણી (jitu vaghani) એ આ મામલે કહ્યુ કે, શાળાઓ ખોલવા (schools reopen) અંગે વિદ્યાર્થીઓના હિતમા નિર્ણય લેવાશે. શિક્ષણનો લર્નિંગ લોસ ખૂબ જ મોટો થયો છે. હાલની સ્થિતિ ઉપર અમારી નજર છે. વાલીઓની જેમ જ સરકાર પણ શાળા ખોલવા અંગે સંવેદનશીલ રૂપથી નજર રાખી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાથે જ તેમણે શાળાઓના ફી વધારાના નિર્ણય મામલે કહ્યુ કે, ફી વધારાના એફઆરસીના નિર્ણય અંગે નિવેદન આ બોડી હાઇકોર્ટ દ્વારા સૂચના મુજબ સ્વતંત્ર બની છે. તેમજ રાજ્યની 4 ગર્લ્સ હાઈસ્કૂલમાં પુરુષ આચાર્યની નિમણૂક અંગે શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, નિયમ જોઈશું જો ફેરફાર ને આધીન હશે તો યોગ્ય કરીશું.


આ પણ વાંચો : દેશભક્તિનું જીવતું જાગતું ઉદાહરણ અહેમદચાચા, 365 દિવસ તિરંગો લહેરાવી આપે છે સલામી


ઉલ્લેખનીય છે કે, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આશ્ચર્યજનક માંગ કરતા ખળભળાટ મચ્યો છે. ધોરણ 1થી 8નાં વર્ગ ફરી શરૂ કરાય તેવી માગ શિક્ષણ વિભાગને કરવામાં આવી છે. 1 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 9 અને 15 ફેબ્રુઆરીથી 1થી 5ના વર્ગો શરૂ કરવાની માગ કરવામાં આવી છે. સંચાલકો જણાવી રહ્યા છે કે માર્ચ મહિનામાં પરીક્ષાઓ આવી રહી છે. જેથી ફરી ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાની મંજૂરી આપો. પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને શાળા સંચાલક મંડળે પત્ર લખ્યો છે.


રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણીનુ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, રાજકોટની ઉજવણીમા સાંસ્કૃતિક કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા.