પ્રેમલ ત્રિવેદી, પાટણ: ઉત્તર ગુજરાત (North Gujarat) ની કોયલ તરીકે જાણિતી કાજલ મહેરીયા (Kajal Maheriya) હંમેશા અવાર નવાર કોઇને કોઇ મુદ્દે સતત ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં થરાદના કેસર ગામે લગ્ન પ્રસંગે ભીડ એકઠી કરનાર લોકગાયિકા કાજલ મહેરિયા (Kajal Maheriya) સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ફરી હવે હારીજ (Harij) ખાતે લગ્ન પ્રસંગના વરઘોડામાં માસ્ક વિના જોવા મળતાં વીડિયો વાયરલ (Viral Video) થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર હારીજ ખાતે એક લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વરઘોડામાં લોક ગાયિકા કાજલ મહેરિયા (Kajal Maheriya) જાહેરામાં ડીજેની ગાડી પર માસ્ક વિના સવાર થતાં જોવા મળે છે તથા તેમની આસપાસ અન્ય લોકોએ માસ્ક પહેર્યું નથી. આ વિડીયો વાયરલ થતાં ફરી એકવાર કાજલ મહેરિયા વિવાદમાં સપડાય છે. 


વરઘોડામાં કાજલ મહેરિયાના (Kajal Maheriya) સૂર સાથે લોકો નાચતા જોવા મળ્યા હતા. મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. કોરોના વધતા જતા કેસ વચ્ચે કાજલ મહેરિયા નિયમોને ઘોળીને પી ગયા છે. જે પ્રકારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આ લાલબત્તી સમાન આ કિસ્સાની ચર્ચા ચારેકોર થઈ હતી. કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા જિલ્લા વહીવટી તંત્ર નિષ્ફળ ગયું હોય તેવી ચર્ચા ઉઠી હતી. 



એક તરફ ગુજરાત (Gujarat) માં ફરી એકવાર સતત કેસ વધી રહ્યા છે ત્યારે નેતાઓ સાથે ગાયકો પણ કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. સામાન્ય જનતા જ્યારે નિયમનો ભંગ કરે છે ત્યારે તંત્ર દ્રારા દંદ ફટકારવામાં આવે છે તો બીજી તરફ આ પ્રકારના ઘટનામાં તંત્ર દ્રારા કડક કાર્યવાહી કરવામાં આવશે કે તે લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1276 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 899દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે અમદાવાદમાં 2 અને  સુરતમાં 1 એમ કુલ ત્રણ વ્યક્તિના મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,82,449 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,72,332 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,433 પર પહોંચ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube