ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલમાં જ કતરમાં યોજાયેલાં ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં આર્જેન્ટિનાની જીત થઈ. એ સમયે ગુજરાત સહિત ભારતના કરોડો લોકોએ સોશિયલ મીડિયા પર મેસ્સી અને આર્જેન્ટિનાને અભિનંદન આપ્યાં હતાં. આ પરથી અંદાજો લગાવી શકાય છેકે, ગુજરાત અને ભારતમાં પણ ક્રિકેટ ઉપરાંત અન્ય રમતો પ્રત્યે પણ લોકોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે બીજા સ્પોટ્સને પ્રોત્સાહન મળવું જરૂરી છે. આવું જ એક અનોખું ગામ ગુજરાતમાં આવેલું છે, જે આખુય ગામ ખેલાડીઓથી ભરેલું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ગીર સોમનાથમાં સરખડી ગામ આવેલું છે, જે ધ વિલેજ ઓફ વોલીબોલના નામે ફેમસ છે. આવું નામ કેમ પડ્યું તેની પાછળ પણ એક રોચક કહાની છે. ઉલ્લેખનીય છેકે, કદાચ દુનિયાનું આવું પહેલું ગામ હશે જ્યાં વોલીબોલની રમતના એક સાથે ઢગલાબંધ ખેલાડીઓ રહેતા હોય. અહીં 5 હજારની વસતિમાંથી 500 તો વોલીબોલના ખેલાડીઓ છે. વોલીબોલના કારણે અહીંના 115થી વધુ લોકો સરકારી નોકરી ધરાવે છે. બાળકથી માંડીને વૃદ્ધો પણ વોલીબોલ રમે છે.


પુરુષો 50 તો મહિલાઓ 39 વર્ષથી વોલીબોલ રમે છેઃ
આ ગામમાં યુવાનો અને યુવતિઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતા કાર્યોમાં કોચ તરીકે ફરજ બજાવે છે. ગામના અનેક યુવાનો વોલીબોલ રમીને પોલીસ, આર્મી, શિક્ષક બેન્ક તેમજ વોલીબોલ કોચ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પુરુષો 50 વર્ષથી તો મહિલાઓ 39 વર્ષથી વોલીબોલ રમી રહી છે.


ગામના પુરુષો કરતા યુવતીઓએ ગામનું નામ રોશન કર્યું છે. અહીંથી આંતરરાષ્ટ્રિય કક્ષાએ મહિલા ખેલાડીઓ ગયા છે. ગામમાં 1982થી જેવાઈબેન હાઈસ્કૂલના મેદાનમાં વોલીબોલ રમવાની શરુઆત થઈ હતી. ગુજરાતમાં સૌ પ્રથમ કેના ધોળકિયા ઈન્ટરનેશનલ ખેલાડી બની હતી. આજે ગામની કિંજલ વાળા, ચેતના વાળા જેવી પ્રતિભાશાળી અલગ-અલગ વય ગ્રુપમાં ભારત માટે ટીમના કેપ્ટન પદે રહી અનેક મેડલો અપાવ્યા છે.