16 ડિવિઝનના કર્મચારી હડતાલ પર જતા ગુજરાત STના પૈડા થંભશે
ફરી એકવાર ગુજરાત રાજ્યા માર્ગ પરીવહન નિગમના કર્મચારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાઇ છે. જેને લઇને એસટી નિગમના યુનિયને બુધવારે મધરાતથી માસ સીએલ ઉપર ઉતરવાની જાહેરાત કરી છે. અમદાવાદના ગીતા મંદીર એસટી ડિવીઝન ખાતે મળેલી ત્રણ યુનિયનની સંકલન સમિતીમાં આ જાહેરાત કરવામાં આવી છે.
અર્પણ કાયદાવાલ/અમદાવાદ: ફરી એકવાર ગુજરાત રાજ્યા માર્ગ પરીવહન નિગમના કર્મચારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાઇ છે. જેને લઇને એસટી નિગમના યુનિયને બુધવારે મધરાતથી માસ સીએલ ઉપર ઉતરવાની જાહેરાત કરી છે. અમદાવાદના ગીતા મંદીર એસટી ડિવીઝન ખાતે મળેલી ત્રણ યુનિયનની સંકલન સમિતીમાં આ જાહેરાત કરવામાં આવી છે.
જે અંતર્ગત એસટીની બસોના પૈડા થંભાવી દેવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. સાતમુ પગાર પંચ, ફિક્સ વેતન દૂર કરવુ, આશ્રિતોને નોકરી, બઢતી અને બદલીની નિતીમાં ફેરફાર કરવા જેવા વિવિધ પડતર મુદ્દે ગુજરાત એસટી નિગમના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. અમદાવાદના ગીત મંદીર એસટી ડેપો ખાતેની ડિવીઝનલ ઓફીસમાં એસટીના ત્રણ યુનિયનોની સંકલન સમતિની બેઠક મળી.
ભંગાર મામલે પરેશ ધાનાણી વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ, વિપક્ષનું વોકઆઉટ
એસટી નિગમની બેઠકામાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ મિટીંગ બાદ યુનિયનના હોદ્દેદારો અને કર્મચારીઓએ સરકાર વિરૂધ્ધ પોતાની માંગણીને લઇને ઉગ્ર સુત્રોચ્ચાર પણ કર્યા. જે બાદ તેઓએ રાજ્યના તમામ 16 એસટી ડિવીઝનના કર્મચારીઓ આજ મધરાતથી માસ સીએલ ઉપર ઉતરશે અને તેમની માંગણી નહી સંતોષાય ત્યા સુધી હડતાળ ચાલુ રાખશે તેવી વાત કરી છે.