ગુજરાતના આરોગ્ય મંત્રીના નિવેદનથી લોકોમાં ફફડાટ: શું ફરી લાગુ થશે કડક નિયંત્રણો?
કોરોનાના કેસ શહેરમાં નિશ્ચિતપણે વધ્યા છે. વાયરસ અંગેની તપાસ માટે સેમ્પલ મોકલાયા છે. વેરિયન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. આજે આ અંગે બેઠક કરીને જ્યાં કેસ વધ્યા છે તે અંગેની ચર્ચા કરવામાં આવશે.
આશ્કા જાની/ અમદાવાદ: ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે કોરોનાના કેસ શહેરમાં નિશ્ચિતપણે વધ્યા છે. વાયરસ અંગેની તપાસ માટે સેમ્પલ મોકલાયા છે. વેરિયન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. આજે આ અંગે બેઠક કરીને જ્યાં કેસ વધ્યા છે તે અંગેની ચર્ચા કરવામાં આવશે. ગુજરાતના જે વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યા છે ત્યાં નિયંત્રણો કડક કરવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નિવેદનના કારણે ખળભળાટ મચ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમેધીમે વધી રહ્યું છે. સંક્રમણ વધતાં તંત્રએ એસટી, રેલવે સ્ટેશન અને જાહેર જગ્યા પર કોરોના ટેસ્ટિંગ, થર્મલ ગનથી સ્ક્રીનીંગ શરૂ કર્યું છે. તો બીજી તરફ અમદાવાદમાં વધુ બે વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. સાથે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વેક્સિનેશનના કારણે લોકોને હોસ્પિટલમાં જવાની જરૂર પડી રહી નથી, જે આપણા તમામ માટે સારી બાબત છે. શહેરના જે વિસ્તારમાં એક સાથે વધુ કેસ આવ્યા છે, ત્યા નિયંત્રણો કડક કરવામાં આવી રહ્યા છે. બાળકોની રસી અને બૂસ્ટર ડોઝનું હાલ કોઈ આયોજન નથી. રાત્રિ કરફ્યુ અને અન્ય નિયંત્રણો અંગે હાલ કોઈ અન્ય નિર્ણય લેવાયો નથી. રાત્રિ કરફ્યુ વધારવાની હાલ કોઈ વિચારણા નથી.
ગાયો પ્લાસ્ટિક ખાઈને જીવે છે, અને આ આખલાઓ ગૌચરની જમીન ખાઈ જાય છે: પરેશ ધાનાણી
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવા 54 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,687 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube