નવનીત દલવાડી, ભાવનગર: ગુજરાત (Gujarat) માં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ (Coronavirus) માં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા સંક્રમણને કાબુમાં લેવા રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કરર્ફ્યૂ (Night Curfew) લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય (Gujarat) ના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં આજ રાત્રિથી એસટી (ST) ડિવિઝન દ્વારા લાંબા રૂટની તમામ એક્સપ્રેસ બસો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ભાવનગર (Bhavnagar) ડિવિઝનના 8 ડેપોની રાત્રિ દરમ્યાન ચાલતી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે. રાત્રે ઉપડતી લાંબા રૂટની કુલ 62 એક્સપ્રેસ બસ 30 એપ્રિલ સુધી બંધ રહેશે.

લાખો રૂપિયાની ખોટ છતાં ગુજરાતના આ શહેરમાં આઠ દિવસનું આપ્યું લોકડાઉન


જે રૂટની રાત્રિ એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે એવા સુરત, ભુજ, જામનગર, અમદાવાદ, બરોડા, દાહોદ, દિવ, હળવદ, ઉદેપુર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, વલસાડ, માતાના મઢ સહિતના રૂટની બસ બંધ રહેશે, એસટી ડિવિઝન દ્વારા સાંજે 7 વાગ્યા બાદ ઉપડતી બસો બંધ કરવામાં આવી છે. 

સમીક્ષા બેઠકમાં લેવાયો મોટો નિર્ણય: સિવિલ હોસ્પિટલમાં OPD બંધ કરવાનો લેવાયો નિર્ણય


આ તમામ બસો સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી જ મુસાફરી માટે ચાલુ રાખવામાં આવશે અને કરર્ફ્યૂ (Curfew) ના સમય દરમ્યાન 62 જેટલા રૂટની બસ બંધ રહેશે, જે અંગે ભાવનગર એસટી ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube