હિતેન વિઠલાણી/અમદાવાદ: ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ધનતેરસના દિવસે વધુ નવી 47 બસનું લોકાપર્ણ રાજ્યના ગૃહરાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં 20 સ્લીપર તેમજ 26 ડીલક્ષ બસનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ તમામ બસ ઇમરજન્સી ડોર, ઈમરજન્સી વિન્ડો, ફાયર સેફ્ટી, વિહિકલ ટ્રેકિંગ સિસ્ટમ જેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવ્યો અવસર...રૂડો અવસર! દાદાના ધામમાં બની રહ્યું છે સૌથી મોટું રસોડું! 1 લાખથી વધુ..


ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા આજ વધુ 47 જેટલી એસ.ટી.બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તમામ બસની સુવિધાની વાત કરવામાં આવે તો ઈમરજન્સી ડોર, ઈમરજન્સી વિન્ડો, એસ્કેપ હેચ 2 જેવી ઇમરજન્સી સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત બસમાં સલામતી અનુલક્ષીને ડ્રાઇવરની કેબિનમાં તથા પેસેન્જર સલૂનમાં 2 જગ્યાએ ફાયરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ તમામ બસો પાર્કિંગ સેન્સર, ઈમરજન્સી સમયમાં પોલીસની સહાય મેળવી શકાય તે માટે તમામ બસની અંદર વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.


ભાવનગર સેન્ટ્રલ સોલ્ટની ડ્રેનેજમાં મોટી દુર્ઘટના; ગેસ ગળતરથી એકનુ મોત, મચ્યો ઉહાપોહ


ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા તહેવારોનો સમયની અંદર કે સરકારી પરીક્ષાના સમયની અંદર વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત રાજ્ય અને આંતર રાજ્ય જેવા કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ ગુજરાત એસટી બસ સંચાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે વધુ 47 બસોનું લોકાર્પણ કરે ગુજરાત રાજ્યના ધોરીમાર્ગો પર સંચાલન કરવામાં આવશે. કુલ મળાવી છેલ્લા 15 દિવસ માં 147 નવી બસ તહેવાર ના સમયે દોડતી કરવામાં આવી.


કાળી ચૌદશે મહુડી દર્શને જતા દર્શનાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર: આ વર્ષે રવિવારે હવન