મુસ્તાક દલ/જામનગર : શહેરમાં વિકાસ કાર્યો ખુબ જ ઝડપથી થઇ રહ્યા છે. જો કે વિકાસકાર્યો દરમિયાન શહેરીજનોએ થોડા સમય માટે અડચણો પણ ભોગવવી પડે છે. ઓવરબ્રિજનું કામ શરૂ થઇ રહ્યું છે. ઓવરબ્રિજ બની ગયા બાદ નાગરિકોની મુશ્કેલીમાં ઘટાડો થશે. જો કે હાલ કામગીરી માટે આ રસ્તો ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. સાત રસ્તાથી સુભાષબ્રીજ સુધીના માર્ગ પર ફોરલેન એલીવેટેડ ફ્લાઇઓવર બનાવવાનો કામ આગામી સમયમાં શરૂ થનાર છે. જેને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા સલામતીના ભાગ રૂપે તથા અકસ્માત નિવારવાના હેતુથી તા. 2/8/2021 થી તા.31/1/2023 સુધી જામનગર શહેરના સાત રસ્તા સર્કલથી ગુરૂદ્વારા ચોકડી સુધીના માર્ગ પર ભારે વાહનો તથા એસટી બસ/ પ્રાઇવેટ બસ માટે બંધ રાખવા જાહેરનામું બહાર પાડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેસબુક પર મિત્રતા કેળવી લૂંટતી ગેંગ સક્રિય, પંચમહાલના આધેડ સાથે 5 લાખની છેતરપિંડી


ભારે વાહનો તથા એસ.ટી. બસ / પ્રાઇવેટ બસ માટે બંધ રસ્તા...
(1) સાત રસ્તા સર્કલ (JADA બિલ્ડીંગ) થી ગુરુદ્વારા ચોકડી સુધી જવાના માર્ગ ભારે વાહનો તથા એસ.ટી.બસ / પ્રાઇવેટ બસ માટે બંધ રહેશે.
(2)હાલે, ગુરૂદ્વારા ચોકડીથી સાત રસ્તા સર્કલ તરફ જતા ડાબી બાજુ તરફનો ટ્રાફિક માર્ગ તથા જમણી બાજુ(વાલ્કેશ્વરી સોસાયટી)નો ટ્રાફિક માર્ગ પર ભારે વાહનો તથા એસ.ટી. બસ/પ્રાઇવેટ બસ માટે બંધ રહેશે તથા તે માર્ગ પર ટુવ્હિલ/ફોરવ્હિલ/નાના વાહનો માટે ચાલુ રહેશે.


GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 30 કેસ,57 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


ઉપરોક્ત ભારે વાહનો તથા એસ.ટી. બસ / પ્રાઇવેટ બસ માટે રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા...
(1) જામનગર શહેરમાંથી રાજકોટ રોડ તરફ જતા કે આવતા ભારે વાહનો તથા એસ.ટી. બસ / પ્રાઇવેટ બસ માટે ડાયવર્ઝન રોડ ગૌરવ પથ રોડ પરથી ટાઉન હોલ થઇ બેડી ગેઇટથી કાશી વિશ્વનાથ પર થઇ રોડ થઇ સુભાષ બ્રીજથી રાજકોટ રોડ તરફ જઈ શકાશે.
(2) રાજકોટ રોડ સુભાષ બ્રીજ પાસેથી જામનગર શહેરમાં આવતા ભારે વાહનો તથા પ્રાઇવેટ બસ માટે સુભાષ બ્રીજથી ત્રણ દરવાજાથી બેડીગેઈટ ધી ટાઉન હોલથી હાઇકોગેઇટથી કાશી વિશ્વનાથ પર થઇ રોડ થઇ સુભાષ બ્રીજ થી રાજકોટ રોડ તરફ જઈ શકશે.
(3) રાજકોટ રોડ સુભાષ બ્રીજ પાસેથી જામનગર શહેરમાં આવતા ભારે વાહનો તથા પ્રાઇવેટ બસ માટે સુભાષ બ્રીજથી ત્રણ દરવાજાથી બેડીગેઈટથી ટાઉન હોલથી ગૌરવ પથ રોડ પર થઇ સાત રસ્તા સર્કલથી ઓશવાળ સેન્ટર રોડ પર થઇ દિગ્ગજામ સર્કલ સુધી જઈ શકશે.
(4) જામનગર શહેરમાંથી રાજકોટ રોડ તરફ જતા કે આવતા વાહનો માટે મીંગ કોલોનીથી ગૌરવ પથ રોડ પરથી ટાઉન હોલ થઇ બેડી ગેઇટથી કાશી વિશ્વનાથ રોડ પર થઇ સુભાષ બ્રીજથી રાજકોટ તરફ જઈ શકશે.
(5) રાજકોટ રોડ સુભાષ બ્રીજ પાસેથી જામનગર શહેરમાં આવતા ભારે વાહનો માટે સુભાષ બ્રીજથી ત્રણ દરવાજાથી બેડીગેઇટથી ટાઉન હોલથી ગૌરવ પથથી મીંગ કોલોનીથી સુમેર ક્લબ રોડ તરફ જઈ શકશે.
(6) જામનગર શહેરમાંથી રાજકોટ રોડ તરફ જતા કે આવતા વાહનો માટે સુમેર ક્લબ રોડથી ઓશવાળ હોસ્પિટલથી દિગ્વિજય પ્લોટ મેઇન રોડથી પવનચક્કી સર્કલથી લાલપુર બાયપાસ ચોકડી તરફથી જઇ શકશે.
(7) રાજકોટ રોડ પરથી જામનગર શહેરમાં આવતા વાહનો માટે લાલપુર બાયપાસ ચોકડી તરફથી પવનચક્કી સર્કલથી દિગ્વિજય પ્લોટ મેઇન ડથી સુમેર ક્લબ સેક તરકે જઇ શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube