અમદાવાદ: ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટે શાળાઓને 2 સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 16000 પૈકી 1863 શાળાઓએ ફીનો પ્રસ્તાવ ન આપ્યો હોવાથી આ આદેશ આપ્યો છે. શાળાઓ પ્રસ્તાવ નહીં આપે તો વિરૂદ્ધ પગલા લેવાની વાત સુપ્રીમ કોર્ટે કરી હતી. ગુજરાત સરકાર દ્વારા પત્ર લખી શાળાઓને જાણ કરવામાં આવશે. તેમજ જરૂરી અને બિનજરૂરી ફી અંગે રાજ્ય સરકાર જણાવશે. આ મામલે વધુ સુનવણી 1 મહિના બાદ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુનાવણીમાં  એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે શાળા ટ્રાન્સપોર્ટ, ખોરાક,યુનિફોર્મ, પુસ્તકો અને અન્ય પ્રવૃત્તિઓ ફરજિયાત બનાવી તેના વિશેની ફી લઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલની રજૂઆતોને સ્વીકારી છે.સરકાર શાળાઓને આ બાબતે જાણ કરશે અને શાળાઓએ તેનો અમલ કરવો પડશે.

ફી માટે સ્કૂલે 40 ડિગ્રી તાપમાનમાં પુરી દીધી નર્સરીની બાળકીઓને !


ફીના મુદ્દે મનમાની કરતા શાળા સંચાલકોને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે અને બે અઠવાડિયામાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે શાળા સંચાલકોને સરકારી જાહેરાતનો અમલ કરવા આદેશ કર્યો છે. રાજ્યમાં 16 હજાર માંથી 1800 શાળાઓએ ફી નિયમનને લગતો પ્રસ્તાવ જ આપ્યો નથી ત્યારે કોર્ટે બે અઠવાડિયામાં પ્રસ્તાવ આપવાની વાત કહી છે.


ઘોડે સવારી અને ઈતર ફી જરૂરી ન હોય શકેઃ સુપ્રીમ કોર્ટ
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે શાળાઓને કહ્યું કે,ઘોડેસવારી અને સ્વિમિંગની ફી પણ જરૂરી ન હોય શકે. તેમજ ટ્રાન્સપોર્ટની ફી પણ અનિવાર્ય ન હોય શકે. જ્યારે ઈતર પ્રવૃત્તિનું ફી લિસ્ટ સરકાર આપશે. ઈતર ફી અંગે દબાણ કરી શકાય નહીં. આ મામલે સુપ્રીમ કોર્ટ એક મહિના બાદ વધુ સુનાવણી હાથ ધરશે.

દ. ગુજરાત, ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની સંભાવના


જાણો ફી નિયમન કાયદો અને તેની જોગવાઇઓ
30 માર્ચ.2017ના રોજ ગુજરાત વિધાનસભામાં ફી નિયમન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ફી નિયમન કાયદાના નિયમો 7 એપ્રિલ.2017ના રોજ જાહેર થયા હતા. જ્યારે કે 25 એપ્રિલ 2017થી કાયદાનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો.


ફી નિયમન કાયદા મુજબ પ્રાથમિક શાળાઓ માટે 15 હજાર રૂપિયા. માધ્યમિક શાળાઓ માટે 25 હજાર રૂપિયા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 27 હજાર રૂપિયાની ફી નિર્ધારીત કરાઇ હતી. જોકે ગુજરાતની અનેક ખાનગી શાળાઓએ કાયદાના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. ફી નિયમન કાયદા માટે હાઇકોર્ટમાં 80થી વધુ પિટીશન દાખલ કરવામાં આવી હતી. ઉઘાડી લૂંટ ચલાવતા શાળા સંચાલકોએ ફી નિયમન કાયદાને ગેરબંધારણીય ગણાવી તેને રદ્દ કરવાની માંગણી કરી હતી. 30 ઓગષ્ટ.2017 ના રોજ હાઇકોર્ટમાં અંતિમ સુનાવણી હાથ ધરાઇ હતી.