Rahul Gandhi: 2019 ની લોકસભાની ચૂંટણી ના પ્રચાર દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ બધા મોદી ચોર છે એવું નિવેદન આપ્યું હતું. નિવેદનને લઈ સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસમાં આજે ચુકાદો આવ્યો છે. આ કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. તેમને 2 વર્ષની સજા થઈ છે. જાણો આખરે આ શું છે મામલો અને જે કલમો હેઠળ તેઓ દોષિત ઠર્યા છે તે આખરે શું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સજા જાહેર થઈ અને જામીન પણ મળી ગયા
રાહુલ ગાંધીને આ કેસમાં 2 વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ સંભળાવવામાં આવ્યો છે જો કે તેમને તરત જામીન પણ મળી ગયા છે. 


IPC ની કલમ 499
ઈન્ડિયન પીનલ કોડની કલમ 400 હેઠળ જો કોઈ પણ વ્યક્તિ બોલીને અથવા તો વંચાનારા ઈરાદાપૂર્વક શબ્દો દ્વારા કે પ છી કોઈ પણ પ્રકારના સંકેતો દ્વારા  કોઈ અન્ય વ્યક્તિ પર ખોટું લાંછન લગાવે, જેનાથી તે વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે ત્યારે આવું કાર્ય કરનારા વ્યક્તિ પર કલમ 499 હેઠળ માનહાનિનો કેસ કરી કાર્યવાહી કરવામાં આવે છે. 


માનહાનિ એટલે શું? તો જ્યારે કોઈ પણ વ્યક્તિને બદનામ કરવાની કે તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ખોટા નિવેદનોનો સહારો લઈને કોઈ પણ કાર્ય કરવું. જેનાથી કોઈ વ્યક્તિના જીવન પર સવાલ ઊભો થઈ જાય ત્યારે તે માનહાનિ કહેવાય છે. કોઈ પણ વ્યક્તિ સમાજમાં પોતાની પ્રતિષ્ઠા બનાવવા માટે આખુ જીવન પસાર કરી નાખે છે પરંતુ જો કોઈ બીજી વ્યક્તિ ખોટી વાતો બનાવીને તેની પ્રતિષ્ઠાને ચોટ પહોંચાડવાની કોશિશ કરે ત્યારે તે વ્યક્તિ કાયદાની નજરે માનહાનિનો દોષિત ઠરે છે. 


કલમ 499 હેઠળ આવનારી માનહાનિની વાતો
- કોઈ વ્યક્તિ વિરુદ્ધ ખોટી વાતો બોલીને તેને અપમાનિત કરવો.
- કોઈ વ્યકતિ પર ખોટું લાંછન લગાવવું.
- કોઈ વ્યક્તિના વખાણ કરવાની જગ્યાએ તેની બેઈજ્જતી કરવી. 


આ તમામ વાતોમાંથી કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તે માનહાનિની કલમ 499 હેઠળ અપરાધ ગણાય છે. માનહાનિ બે શ્રેણીમાં આવે છે. એક લિબેલ એટલે કે લેખિત સ્વરૂપમાં પ્રકાશિત એક માનહાનિકારક નિવેદન. બીજુ સ્લેન્ડર એટલે કે મૌખિક રીતે કરાયેલું માનહાનિકારક નિવેદન. આ કલમ હેઠળ દોષિત ઠરનારને 2 વર્ષ સુધીની જેલની સજા તથા દંડ થઈ શકે છે. 


Shocking! પોલીસે જૂતાથી નવજાતને કચડી નાખ્યું? માસૂમના મોત બાદ ભારે બબાલ


લોટ બાંધ્યા બાદ કેમ પાડવામાં આવે છે આંગળીઓના નિશાન? ખાસ જાણો નહીં તો પસ્તાશો


શુ હતો મામલો
ત્રણ વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube