Talati Exam 2023 : સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક ખુશખબર મળી રહ્યા છે. તલાટીની ભરતી પરીક્ષા અને જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે પરિણામ જાહેર કર્યુ છે. સાડા સાત લાખ ઉમેદવારોએ તલાટીની ભરતી પરીક્ષા આપી હતી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મહત્વના સમાચાર
હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષા રાજ્યના 32 જિલ્લામાં યોજાઈ હતી જેને લઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી કરી હતી અને 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપી હતી.


7 લાખ 30 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી
અંદાજે 7 લાખ 30 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો જાણી જોઇને દૂર રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા.  


નોંધનીય છે કે, ગુજરાતભરમાં તલાટી કમ મંત્રી'ની 3437 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાંથી 6,64,400 ઉમેદવારો પરીક્ષા આપી હતી. તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે અગાઉ નોંધાયેલા 17.10 ઉમેદવાર નોંધાયા હતા, જેમાંથી પરીક્ષા આપવા માટે 6,64,400 ઉમેદવારોએ સંમતિ આપી છે. આ માટે ગુજરાત પંચાયત ગૌણ પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ખાસ માહિતી આપી હતી.