• કઇ તારીખથી શાળાઓ ખુલશે? શું નજીકનાં ભવિષ્યમાં શાળાઓ ખુલવાની શક્યતા છે કે કેમ?

  • કોરોના હવે ગુજરાતમાં લગભગ કાબુમાં આવી ચુક્યો છે તેવામાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર સામે સૌથી મોટો સવાલ


ગાંધીનગર : કોરોનાના કેસ લગભગ ગુજરાતમાં કાબુમાં આવી ચુક્યા છે. ડબલ ડિજિટમાં કોરોના આવી ચુક્યા છે. કોલેજ ફરી ખોલવા માટે શિક્ષણમંત્રીભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. હવે શાળા કોલેજો અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ હાલ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત ગત્ત વર્ષના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. તેવામાં શૈક્ષણિક સંસ્થાઓ લગભગ છેલ્લા દોઢ વર્ષ કરતા વધારે સમયથી બંધની સ્થિતિમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધરાત્રીએ યુવકને 15 થી વધુ છરીના ઘા ઝીંકી હત્યારાઓએ કર્યા મેલડી માતાના દર્શન, હત્યા પાછળ હતું આ કારણ


અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં હાલ ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે ફરી એકવાર શાળાઓ અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા મુદ્દે ગણગણાટ શરૂ થયો છે. બીજી તરફ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના હવે લગભગ કાબુની સ્થિતીમાં છે. શાળો કોલેજો શરૂ કરવા મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. જેમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નિર્ણય લેવાશે. પ્રથમ કોલેજ ત્યાર બાદ ધોરણ 12થી માંડીને ધોરણ 1 સુધીનાં વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવામાં આવશે. 


ગુજરાતમાં બનેલી ઈન્વેસ્ટીગેટિવ વાન દેશભરમાં ગુનાઓના ભેદ ખોલશે


જો કે આ તમામ પગલા ત્યારે જ લેવાશે જ્યારે સરકારી સમિતિ દ્વાર શાળાઓ ખોલવા અંગે નિર્ણય લેવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણમંત્રી એક ખાનગી યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ હાજર રહ્યા હતા. તે દરમિયાન તેમણે આ મહત્વની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં તેમણે વિપક્ષી કોંગ્રેસ પક્ષના પણ વખાણ કર્યા હતા. શિક્ષણ બાબતે કોંગ્રેસ દ્વારા તેમને સંપુર્ણ સહયોગ મળતો હોવાનું પણ તેમણે આ બાબતે જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube