ગુજરાતના 3 મોટાગજાના ભાજપી નેતાઓના `ઠગ` સંજય રાય સાથે ખાસ સંબંધો, દિલ્હીમાં થતી બેઠકો
Mahathug Like Kiran Patel : વડાપ્રધાન મોદી અને ભાજપના દિગ્ગજ નેતા નેતાઓના ફોટા બતાવીને સંજય રાયે કરોડોનું ફુલેકુ ફેરવ્યું છે. કિરણ પટેલ બાદ હવે મહાઠગ સંજય રાય (શેરપુરિયા) ના કૌભાંડો બહાર આવી રહ્યાં છે
Mahathug Sanjay Sherpuriya : ગુજરાતના કિરણ પટેલ કરતાં પણ મોટા મહાઠગ સંજય રાય શેરપુરિયાના પણ ભાજપના નેતાઓ સાથે એટલા જ ઘનિષ્ઠ સંબંધો છે. પોતાને લેખક, સામાજીક કાર્યકર, ઉદ્યમી તરીકેની ઓળખ ઉભી કરનારાં મહાઠગ સંજય રાયે દિલ્હીની રાઇડીંગ ક્લબમાં કબજો કરીને ઇન્ક્યુબેટર સેન્ટર ઉભુ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને પૂર્વ મંત્રી વાસણ આહિર પણ દિલ્હીમાં સંજય રાયને મળતા હતાં. ખુદ સંજય રાયે આ ફોટા સાથેની વિગતો સોશિયલ મિડીયામાં શેર કરી છે.
આ અમે નહીં સંજય રાયે ખુદ જાહેર કરેલી વિગતો છે. સૌથી મોટો સવાલ એ પણ છે કે જે ખાતાના ગુજરાતી કેન્દ્રીય મંત્રી રૂપાલા મંત્રી છે એ ખાતાએ સંજય રાયને કેમ પશુપાલન યોજના હેઠળ રૂપિયા 2 કરોડની સબસિડી આપી એ સૌથી મોટો સવાલ છે. પશુપાલનનો પ પણ ન જાણતા હોવા છતાં આ હેઠળ લાભ લેવા માટે કેન્દ્રની આંખોમાં ધૂળ નખાઈ છે. આમ છતાં ભાજપ ચૂપચાપ બેઠું છે કારણ કે રેલો પગતળે આવે છે. સંજય રાયે યુથ રૂરલ આંતર પ્રાન્યાંર ફાઉન્ડેશનના નામે કેન્દ્રીય પશુપાલન વિભાગ સામે રૂપિયા 5.85 કરોડનો પ્રોજેક્ટ મૂક્યો હતો. જેમાં 2 કરોડની સબસિડી ચૂકવાઈ હોવાની ચર્ચા છે.
સંકટો વચ્ચે ફસાયેલી AAP ના ગોપાલ ઇટાલિયાની વતન વાપસી, પાર્ટીએ સોંપી આ મોટી જવાબદારી
ગુજરાતમાં મોટાભાગનો સમય તેણે કચ્છ-સૌરાષ્ટ્રમાં વ્યતિત કર્યો હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપના નેતાઓ તેમના સંપર્કમાં હતા. તેની એક ઉદ્યોગપતિ તરીકેની ઓળખ હતી. કૃષિ-પશુપાલન અને ગ્રામિણ વિકાસના નામે તેણે ઇન્ક્યુબેટર સેન્ટરમાં ગ્રીન હાઉસ, પાણી સ્ત્રોત સહિત અન્ય મુદ્દાઓને આવરી માળખાગત માહિતીથી કેન્દ્રીય મંત્રી-ભાજપના નેતાઓ ખુબ જ પ્રભાવિત હતા. આ કારણોસર કેન્દ્રીય મંત્રી રુપાલા ઘણી વાર ઇન્ક્યુબેટર સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સેન્ટર પર બેસીને રુપાલાએ વડાપ્રધાનની મન કી બાત કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. કચ્છ કનેક્શનને કારણે ભાજપના સાંસદ વિનોદ ચાવડા અને પૂર્વ મંત્રી વાસણ આહિરે પણ ઇન્કયુબેટર સેન્ટર જઇને મહાઠગ સાથે મુલાકાતો કરી હતી.
માવઠાએ હસતા રમતા ઠાકોર પરિવારને રડતા કર્યાં, દીકરાના લગ્ન પણ કેન્સલ કરવા પડ્યા
સંજય પ્રકાશ રાય ઉર્ફે સંજય શેરપુરિયાની લખનઉથી ધરપકડ કરવામા આવી છે. તે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ડિફોલ્ટર હોવાનું ખૂલ્યું છે. તેણે અને તેની પત્ની કંચન સંજય પ્રકાશ રાયે લોકોને 350 કરોડનો ચૂનો લગાવ્યો છે. તેણે અમદાવાદની કંડલા એનર્જિ એન્ડ કેમિકલ્સના નામે લોન લીધી હતી. સંજય અને તેની પત્ની આ કંપનીમાં ડાયરેક્ટર છે. સંજય પ્રકાશનું કેરેક્ટર પણ મહાઠગ કિરણ પટેલ જેવું છે. તે દિલ્હીના મોટા નામોની ઓળખ આપીને અનેક લોકોને બોટલમાં ઉતારી ચૂક્યો છે. તેણે ઈડીની તપાસ બંધ કરાવવાના નામે 11 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
દ્વારિકાધીશની મૂર્તિની એક આંખ કેમ બંધ છે, કૃષ્ણ ભક્તો પણ નથી જાણતા આ કારણ
હાલ પશુપાલન વિભાગ સંજય રાયને આપેલા પ્રોજેક્ટ પર મૌન ધારણ કરીને બેઠું છે. એટલુ જ નહિ, સંજય રાયે કિરણ પટેલની જેમ જ ભાજપના નેતાઓ સાથે ઘરોબો કેળવ્યો છે. હરિયાણામાં રાષ્ટ્રીય ડેરી મેળાનું આયોજન કરાયું ત્યારે સંજય રાય મુખ્ય અતિથિ હતો. જેને કારણે ભાજપના નેતાઓ પર પણ સવાલો ઉઠ્યા છે. સંજય રાયે દિલ્હીની રાઈડીંગ ક્લબ પર કબજો મેળવ્યો છે. પરંતુ તે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કચ્છના સાસંદ વિનોદ ચાવડા, પૂર્વ મંત્રી વાસણ આહીર સાથે પણ સંપર્કમાં રહેતો હતો તેવુ ખૂલ્યું છે. આ નેતાઓ સાથે તે સતત જોવા મળ્યો છે. આ નેતાઓ સાથેની તસવીરો તે સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો.
ગુજરાતમાં આ શું થવા બેઠું છે... હાર્ટએટેકથી ગુજરાતમાં એક બાદ એક 3 યુવાઓના મોત