આ જિલ્લાઓવાળા રહેજો એલર્ટ! ફરી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પડશે ગાજવીજ સાથે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ, ભાવનગર, બોટાદ, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની શક્યતા છે.
Gujarat Weather Forecast : સમગ્ર દેશ અને દુનિયા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેન્ટ ચેન્જની અસર જોવા મળી રહી છે. અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. આ વખતે ભરઉનાળો ચોમાસા જેવો ઘાટ ઘડાયો છે.
ક્યાં વરસી શકે વરસાદ?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ, ભાવનગર, બોટાદ, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફના સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ છવાયો હોવાનું હવામાન વિભાગના ડિરેકટર મનોરમાં મોહતીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં વારંવાર માવઠું કેમ આવે છે
ગુજરાતમાં સતત બદલાઈ રહેલા હવામાનને લઇને અંબાલાલ પટેલે ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, માર્ચ મહિનામાં આવો વરસાદ અત્યાર સુધી મારા જોવામાં નથી આવ્યો. અરબી સમુદ્ર અને અરબ સાગરનો ભેજ ગુજરાત તરફ સર્ક્યુલેટ થઇ રહ્યો છે જેનાથી વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતમાં સર્ક્યુલેટ થતા વાદળોનો સમૂહ હિમાલયના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠાંડા પડતા અને વાદળો અથડાવવાથી કરા અને વીજ પ્રપાત થઇ રહ્યાં છે. આ વખતે કમોસમી વરસાદની શક્યતા યથાવત છે. અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનના ડુંગરમાળા ઈરાન અફઘાનિસ્તાન તરફથી આવતા પવનોને અટકાવે છે. ગુજરાતને સમાંતર 1.5 ઉંચાઈએ આ ડુંગરો જયારે અરબી સમુદ્રથી આવતા પવનોને અટકાવે છે ત્યારે ગુજરાતમાં માવઠા થાય છે.
એપ્રિલમાં પણ કમોસમી વરસાદ આવશે
તેમણે કહ્યું કે, 8 થી 14 સુધીમાં પણ હવામાનમાં પલટા આવશે. અખાત્રીજ આસપાસ પણ વાદળવાયું વાતાવરણ રહેશે. 26 મી એપ્રિલ બાદ ગરમી પડતા મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર કરશે. તો તેમણે ગુજરાતમાં આંધી-તોફાનની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 8 મે થી ગુજરાતમાં આંધી તુફાન આવવાથી વરસાદ રહેશે.
ખેડૂતોએ ખાસ સાચવવું
બાગાયતી પાકોના ખેડૂતો માટે સાવચેતી આપતી અંબાલાલ કાકાની આ આગાહી છે. તેથી ગુજરાતના ખેડૂતોએ આગામી બે મહિના સુધી પોતાના પાકને સાચવવું. તેમણે જણાવ્યું કે, બંગાળનો સમુદ્ર અને અરબ સાગરમાં સાયક્લોનિક વરસાદની અસર ગુજરાત ઉપર રહેશે. તેથી આ વખતે ભર ઉનાળામાં કમોસમી વરસાદની શક્યતા યથાવત રહેશે.
હજી માવઠું ગયુ નથી
ગુજરાતમાંથી હજી માવઠાની ઘાત ટળી નથી તે વિશે અંબાલાલ કાકાએ આગાહી કરી કે, હજી પણ માવઠું અને હવામાનમાં પલટો આવશે. 25-26 માર્ચે દરિયામાં હલચલ જોવા મળતા ભેજની અસર પૂર્વી રાજસ્થાન સુધી રહેશે. 30-31 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગોમાં ફરી વરસાદની શક્યતા છે. એપ્રિલ મહિનામાં તારીખ 3 અને 8 એપ્રિલ સુધીમાં ફરી માવઠાની આગાહી છે.
ક્લાઈમેન્ટ ચેન્જ થયું રહ્યુ છે. અને પ્રભાવ પણ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો ઋતુઓમા ફેરફાર થય રહ્યા છે. વારંવાર સિસ્ટમ બની રહી છે. અને તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક પર થાય છે. ચાલુ વર્ષે શિયાળામાં પણ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો. અને મહત્તમ તાપમાને 50 વર્ષનો રેકોર્ડ તોડી દિધો. તો ચાલુ વર્ષે ઉનાળાની શરુઆતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. જાણે ચોમાસુ ચાલુ હોય તે એક સપ્તાહ સુધી સતત કમોસમી વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમ દિશા તરફથી આવતા પવન હિમાલય તરફ જતા રહેતા હતા. પરંતુ ચાલુ વર્ષે ગુજરાતમાં વરસાદ આપીને પવન ઉપર જઈ રહ્યા છે. માર્ચમાં માવઠુ આ રીતે તો પહેલી વખત થયુ હશે. ત્યારે ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક ચોંકાવનારી આગાહી કરી છે.