Surat News સંદીપ વસાવા/સુરત : ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાઇ છે. રોફ જમાવનાર બે શૈલેષ મેર, દિનેશ દેસાઈની પોલીસે ધરપકડ કરી છે. બંનેએ બે હાથ જોડી માફી માંગી હતી. તેમજ ‘હવે પછી આવી ભૂલ ન કરું’ તેવુ કહ્યુ હતું. આખરે પોલીસે સાન ઠેકાણે લાવી. હાલ કીર્તિ પટેલ સહિત અન્ય ઇસમોને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત તારીખ 19 એપ્રિલના રોજ રાત્રે આરોપી કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર તેમજ અન્ય ઈસમોએ કામરેજના ચોર્યાસી ટોલનાકા પાસે પશુ ભરેલી આઇસર ગાડી રોકી હતી. આ તમામે ચાલક સામે દાદાગીરી કરી ગાળા ગાળી કરી હતી. તેમજ ધાકધમકી આપતા રોફ જમાવ્યો હતો. આ બાદ સમગ્ર મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો. ‘ગાય ભરીને જતી ટ્રકને ગેરકાયદે રીતે કામરેજ ચોર્યાસી ટોલનાકા ખાતે રોકી ગાયોને કતલખાને લઇ જવામા આવે છે’ તેવું કહી આઇશર ટેમ્પાના ડ્રાઇવરોને માર મારી જાહેરમાં ગંદી ગાળો બોલી ધાક ધમકી આપી ભયનો માહોલ ઊભો કર્યો હતો. જે સમગ્ર બાબતને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આઇસરના ચાલકને ગેરકાયદેસર મંડળી રચી બેફામ ગાળો આચરવા, ધાકધમકી આપી ભયનો માહોલ ઉભી કરવા બદલ પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ સાથે અન્ય 10 થી 15 ઇસમો સામે પણ ફરિયાદ નોંધાઈ છે. 


હવે વેકેશનમાં બિન્દાસ્ત ફરો, મુસાફરી માટે સરકારની આ જાહેરાતથી તમે ખુશ થઈ જજો



આમ તો ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી અને વીડિયોના માધ્યમથી વિવાદમાં રહેતી હોય છે. ક્યારેક જાહેરમાં સોશિયલ મીડિયા લાઈવ ટેલિકાસ્ટ કરી તેમાં અપશબ્દો બોલવા અને કોઈના વિશે વ્યક્તિગત અભદ્ર ટિપ્પણી કરવી કે પછી કોઈને વીડિયોના માધ્યમથી ધાકધમકીઓ આપતી રહે છે. બસ આવી રીતે વધુ એકવાર કીર્તિ પટેલ સહિત તેના સાગરીતો સામે ગુનો નોંધાયો છે. કામરેજ ટોલનાકા ઘટનાના બબાલના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. મહત્વની વાત એ છે કે, વાયરલ થયેલ વીડિયોમાં મારામારીના દ્ર્શ્યો પણ સામે આવ્યા હતા. આ વીડિયોમાં બેફામ ગાળો બોલી ડ્રાઈવરને માર મારતા હોવાના વીડિયો હોવાનું સામે આવ્યું છે. કીર્તિ પટેલ સહિત ૧૦ થી ૧૫ જેટલા લોકો સામે કામરેજ પોલીસે ગુનો નોંધ્યો હતો. અને પોલીસે આ ગુનામાં શૈલેષ મેર, અને મેહુલ દેસાઈ નામના આરોપીની ધરપકડ કરી છે. વીડિયોમાં રોફ જમાવતા બંને શખ્સો પોલીસ પકડમાં આવતા તેઓની સાન ઠેકાણે આવી ગઈ હતી. બંને પોલીસ સમક્ષ હાથ જોડી માગી હતી. અને હવે પછી આવી ભૂલ નઈ કરીયે તેમ ભીગી બીલ્લી બની ગયા હતા. 


યુવરાજસિંહ જાડેજાનો ધડાકો : ડમી કાંડમાં સરકારના આ પૂર્વ શિક્ષણ મંત્રીનું લીધું નામ


સુરત ગ્રામ્યના ડીવાયએસપી બીકે વનારે જણાવ્યું કે, હાલ તો પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે કીર્તિ પટેલ સહિત અન્ય લોકોને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કીર્તિ પટેલ સામે સુરત સહિત રાજ્યના અનેક પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે. તેઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્યારે વધુ એક પોલીસ ફરિયાદ કીર્તિ પટેલ સામે નોંધાતા હાલ કીર્તિ પટેલ સોશિયલ મીડિયાની દુનિયાથી ખોવાઈ ગઈ છે. જેને હાલ તો પોલીસે વૉન્ટેડ જાહેર કરી કીર્તિ પટેલ સહિત અન્ય આરોપીની શોધખોર હાથ ધરી છે.


તિરંગાના ઘોર અપમાનનો આ Video જોઈ તમારું લોહી ઉકળી જશે, રાષ્ટ્ર ધ્વજથી થઈ ચીકનની સફાઈ