ઝી ન્યૂઝ/ગાંધીનગર: IPL 2022ની 15મી સીઝનમાં ગુજરાત ટાઈટન્સે બાજી મારી લીધી છે. ટાઈટન્સની ટીમે રાજસ્થાનને કારમી હાર આપ્યા બાદ ગુજરાતમાં ચારેબાજુ વાહવાહી થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી છે. મુખ્યમંત્રી આવાસ પર ગુજરાત ટાઈટન્સની ટીમના તમામ ખેલાડીઓને આમત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટાઈટન્સના તમામ ખેલાડીઓને છાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવા અંદાજમાં વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારે ક્યારેય ફિલ્ડિંગ ભરવાની નથી આવી. મેં ક્યારેય ફિલ્ડિંગ કરી જ નથી, જ્યારે રમ્યો ત્યારે બેટિંગ જ કરી છે. 


બીજી બાજુ ગુજરાત ટાઈટન્સની ટીમની જીતની ઉજવણી આજે અમદાવાદમાં થવાની થશે. ગુજરાતની ટીમનો આજે સાંજે 5.30 વાગ્યે ભવ્ય રોડ શો યોજાશે. જેના માટેની રૂપરેખા નક્કી કરવામાં આવી છે. ગુજરાત ટાઈટન્સના ભવ્ય રોડ શો માટેની તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. જેમાં ટીમ ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી રોડ શો યોજાશે. જેમાં ગુજરાત ટાઈટન્સના તમામ મેમ્બરો જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે. રોડ શોને પગલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube