ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ: ગુજરાત (Gujarat) માં કોરોના (Coronavirus) નું સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. ગુરુવારે એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 8152 દર્દીઓ નોંધાયા. જ્યારે 81 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. સરકારે ભલે લોકડાઉન જેવા પ્રતિબંધો નથી લગાવ્યા પરંતુ હવે તો રાજ્યમાં ઠેર ઠેર લોકો સ્વૈચ્છિક રીતે કે સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવીને કોરોનાને ડામવાના પ્રયત્નો કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપલેટાના ભાયાવદરમાં સ્વયંભૂ બંધ
ઉપલેટાના ભાયાવદરમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે. શુક્ર, શનિ અને રવિ ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખ્યું છે. ભાયાવદર નગરપાલિકા દ્વારા સ્વૈચ્છિક જનતા કરફ્યુ અને લોકડાઉન (Lockdown) કરવા માટે આહવાન કરવામાં આવેલું જેને વેપારીઓએ સમર્થન જાહેર કર્યું. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખ્યા, બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે. ભાયાવદરની જનતાએ પણ કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે સહકાર આપ્યો છે. દુકાનોની સાથે સાથે લારી-ગલ્લાવાળાઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા. ભાયાવદર નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે પ્રયત્નો હાથ ધર્યા


ખોડલધામના ચેરમન અને પાટીદાર અગ્રણીએ કંપનીમાં સ્વેચ્છાએ લોકડાઉન જાહેર કર્યું
ખોડલધામ ના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે પોતાની કંપનીમાં સ્વેચ્છાએ લોક્ડાઉન કર્યુ. નરેશ પટેલ અને તેમના પુત્ર શિવરાજ પટેલે કોરોનાનુ સંક્રમણ વધતા આ નિર્ણય લીધો. 450 જેટલા કર્મચારીઓ ધરાવતી આ કંપનીમાં સ્વૈચ્છિક લોકડાઉન કર્યુ.


જામનગરમાં આજથી વેપાર-ઉદ્યોગમાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
જામનગર શહેરમાં આજથી વેપાર-ઉદ્યોગમાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં આજે પ્રથમ દિવસે બંધની અસર જોવા મળી. શહેરમાં અતિ ધમધમતો વેપારી વિસ્તાર ગ્રેઇન માર્કેટ બંધ છે. વેપારીઓએ બંધ પાળીને સ્વૈચ્છીક લોકડાઉનને સમર્થન આપ્યું. કોરોના સંક્રમણને અટકાવવા વેપારીઓની જાગૃતતા જોવા મળી. ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન રખાયું. 


રાજકોટ એસટી વિભાગનો નિર્ણય- આંતરરાજ્ય બસ સેવા પણ બંધ
આ બાજુ રાજકોટ એસટી વિભાગે પણ વધતા કોરોના સંક્રમણના પગલે મોટો નિર્ણય લીધો છે. એસટી વિભાગમાં 50થી વધુ મુસાફરો સંક્રમિત જોવા મળ્યા. રાજ્યમાં 90થી વધુ એસટી બસ સ્ટેન્ડના શિડ્યૂલ રદ કરાયા છે. આંતરરાજ્ય બસ સેવા પણ બંધ કરાઈ છે. રાજકોટથી રાજસ્થાન અને મહારાષ્ટ્ર જતી બસ સેવા બંધ કરવામાં આવી છે. 


લોધિકા તાલુકાના માખવાડ ગ્રામ  પંચાયતનો લોકડાઉનનો નિર્ણય
કોરોનાના રોકવા માટે લોધિકા તાલુકાના માખવાડ ગ્રામ પંચાયતે આકરો નિર્ણય કર્યો છે. માખાવડ ગ્રામમાં લોકડાઉન સમય દરમિયાન કોઈ બહાર નિકળશે તો ફોજદારી કરવામાં આવશે. માખાવડ ગામ કોરોનાના કેસ આવતાની સાથે આકરો નિર્ણય લેવાયો છે. ગત વર્ષ ગામમાં એક પણ કેસ નહતો આવ્યો. માખવાડ ગામ દ્વારા સ્વંયભૂ લોકડાઉન જાહેર કર્યું. કોરોનાના કેસ વધતા રાજકોટ જિલ્લાના ગામડાઓ સતર્ક થઈ ગયા છે. 


મહેમદાવાદ તાલુકાના કનીજ ગામે ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન 
વધતા કોરોના સંક્રમણના પગલે મહેમદાવાદ તાલુકાના કનીજ ગામે ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. કનીજ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી અને સભ્યોની મિટિંગમાં આ નિર્ણય લેવાયો. ગામમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ત્રણ દિવસ માટે લોકડાઉન લાગુ કરાયું છે. ત્રણ દિવસ દરમિયાન ગામમાં માત્ર દૂધની દુકાન મેડિકલ સેવા અને દવાખાનું ચાલુ રહેશે. આ દરમિયાન કોઈ પણ જાતના ધાર્મિક પ્રસંગ નહીં કરી શકાય. બીજી દુકાનો પણ ગામમાં ચાલુ નહીં રહે. 


જેતપુર માર્કેટિંગ યાર્ડના વેપારી એસો.નું સ્વૈચ્છિક 9 દિવસનું લોકડાઉન નો નિર્ણય
જેતપુર માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશને સ્વૈચ્છિક 9 દિવસના લોકડાઉનનો નિર્ણય લીધો છે. માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ અને જણસીની આવકો બંધ રહેશે. તારીખ 17 થી 25 સુધી ખેડૂતોને જણસી લઈને નહિ આવવા અપીલ કરાઈ છે. કોરોનાનું સંક્રમણ વધતા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. તારીખ 26 થી કોરોનાનું સંક્રમણ મહામારી જોઇને આગામી નિર્ણય લેવામાં આવશે.


વલસાડ જિલ્લાના કપરાડામાં સ્વૈચ્છિક લોકડાઉનનો લેવાયો નિર્ણય
વલસાડ જિલ્લાના કપરાડામાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. કપરાડા જૂથ ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણય લેવાયો. આગામી 7 દિવસ સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. વગર કામે બહાર નીકળતા લોકો સામે 1000 નો દંડ તેમજ અટક્યાતી પગલાં પંચાયત દ્વારા ભરવામાં આવશે. તેમજ લગ્ન પ્રસંગ કે કોઈ પણ જાતના કર્યક્રમો કરતા અગાઉ ગ્રામ પંચાયતની મંજૂરી લેવી. કપરાડા ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કોરોનાની ચેન તોડવા માટે લીધો. આ દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ જ મળશે તેમજ માસ્ક વગર ફરનારાને 1000 નો દંડ પણ કરાશે. કોરોનાની તમામ ગાઈડલાઈન નો અમલ કરવા આદેશ અપાયા.


PICS વલસાડ: સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી, સારવારની રાહ જોતા જોતા એમ્બ્યુલન્સમાં જ દર્દીનું મોત


Corona ના દર્દીઓને મોતને મ્હાત આપવાનું શીખવી રહ્યો છે આ વીડિયો, "સોચના ક્યા જોભી હોગા દેખા જાયેગા..."


કોરોનાએ છીનવી મારી લાડકવાયી...14 દિવસની બાળકીનું મોત, પિતાએ હૈયે લગાવી કર્યું આક્રંદ


Corona ટેસ્ટિંગ માટે લાગી લાઈનો, અમદાવાદ માટે AMC એ લીધો વધુ એક મોટો નિર્ણય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube