અર્પણ કાયદાવાલા/હીતલ પારેખઃ આ વર્ષે ચોમાસું એક મહિનો મોડું શરૂ થયું છે અને એક મહિનો મોડું ચાલી રહ્યું છે. રાજ્યમાં આ વર્ષે છેલ્લા 10 વર્ષનો સૌથી સારો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 129 ટકા વરસાદ પડી ગયો છે અને હજુ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. હવામાન ખાતાએ હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન ખાતાના ડિરેક્ટર જયંત સરકારના જણાવ્યા અનુસાર, રાજ્ય ઉપર એક અપર સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં ફરીથી મેઘો મંડાણો છે અને ઠેર-ઠેર વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતા અનુસાર આગામી 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડે તેવી હવામાન ખાતાએ સંભાવના વ્યક્ત કરી છે. 


વર્લ્ડ ટુરિઝમ ડે : માત્ર 11 મહિનામાં ગુજરાતના આ ટુરિસ્ટ ડેસ્ટિનેશનને 25 લાખ પ્રવાસી મળ્યાં


રાજ્ય સરકારના આંકડા અનુસાર 2019નું ચોમાસું શ્રીકાર રહ્યું છે. સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ 129.43 ટકા રહ્યો છે.  રાજ્યના મોટાભાગના જળાશયોમાં નવાં નીર આવવાની સાથે રાજ્યના કુલ જળાશયોમાંથી 102 જળાશય 100 ટકાથી વધુ ભરાઈ ગયા છે. રાજ્યના 58 તાલુકામાં નોંધનીય વરસાદ પડ્યો છે.  


  • રાજ્યમાં સરેરાશ 129.43 ટકા વરસાદ

  • રાજ્યના 58 તાલુકાઓમાં નોંધનીય વરસાદ 

  • સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં 148.10 ટકા 

  • રાજ્યના 87 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ

  • રાજ્યના 146 તાલુકાઓમાં 20 ઇંચથી-40 ઇંચ વચ્ચે વરસાદ

  • રાજ્યના 204 જળાશયોમાં 91.36 ટકા જળસંગ્રહ

  • રાજ્યના 102 જળાશય 100 ટકાથી વધુ ભરાયા


જૂઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....