રવિ અગ્રવાલ, વડોદરા: ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા એથલીટ નીરજ ચોપડા ગઈ કાલે વડોદરાના મહેમાન બન્યા. અહીં તેમણે ગરબા મહોત્સવમાં ભાગ લીધો અને લોકો સાથે ગરબે પણ ઘૂમ્યા. માતાજીની આરતી પણ કરી. વડોદરાના ગરબા નિહાળી નીરજ ચોપડા ખુશ થઈ ગયા. શહેરના નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં નીરજ ચોપડાએ ભાગ લીધો હતો. 


નીરજ ચોપડાએ ગુજરાતનું ગૌરવ એવા ગરબાનો આનંદ માણ્યો હતો. ગરબે ઘૂમ્યા બાદ નીરજ ચોપડાએ કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં એકસાથે ભેગા થઈ રમતા લોકોને પહેલીવાર જોયા. આ ઉપરાંત તેમણે આવનાર નેશનલ સ્પોર્ટ્સ ગેમના સ્પર્ધકોને શુભકામના પણ પાઠવી. નીરજ ચોપડાએએ કહ્યું કે દેશમાં સ્પોર્ટ્સનું ભાવિ ઉજ્જવળ છે. દેશમાં ખેલને વધુ પ્રોત્સાહન મળે તે માટે પીએમ મોદી સાથે મળવાની પણ વાત તેમણે કરી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube