ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં દિનપ્રતિદિન પ્રાણી અને પક્ષી પ્રેમીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. એટલું નહીં બહારથી પણ દેશવિદેશથી અહીં પ્રવાસીઓ ઉમટે છે. એશિયાટિક સિંહોને જંગલમાં ખુલ્લા ફરતા જોવા એ એક લાહવો છે. આ લહાવો લેવા માટે દૂરથી લોકો સાસણ ગીરના અભયારણ્યની મુલાકાતે આવી છે. એ જ કારણ છેકે, સાસણ ગીર આખા દેશમાં સૌથી વધુ હોટ ફેવરીટ અભયારણ્ય બની ગયું છે. અહીં દેશવિદેશથી પ્રવાસીઓ જંગલના રાજાની રમત જોવા આવે છે. કુદરતના ખોળે વિહરતા પશુ-પક્ષીઓને નિહાળવા એ પણ એક અનેરો લ્હાવો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જંગલના રાજા સિંહને કુદરતના ખોળે વિહરતા જોવા હોય ગીર સાસણ શ્રેષ્ઠ સ્થળ છે. ગીરના જંગલમાં જ રાજ્યના વન પર્યાવરણ વિભાગ દ્વારા સિંહ દર્શનની સુવિધા પણ ઉપલબ્ધ છે. થઇ હતી. પ્રવાસીઓને અહીં હોટલ-રિસોર્ટ સહિત હોમ સ્ટેની સુવિધા મળી રહી છે. ઉનાળુ વેકેશન હોય કે પછી દિવાળીની રજાઓ ગીર સાસણમાં સૌથી વધુ પ્રવાસીઓ આવતા હોય છે. સરકારના જ રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૨૧માં ગીર સાસણમાં ૫,૦૯,૯૫૬ પ્રવાસીઓ મુલાકાત લીધી હતી. જેથી વન વિભાગને ૯.૭૨ કરોડ રૂપિયાની આવક થઇ હતી. માત્ર ગુજરાતમાંથી જ નહી, દેશવિદેશથી પ્રવાસીઓ હવે ગીર સારણ આવી રહ્યા છે.


લોકોમાં હવે અભયારણ્યમાં સિંહ, ઘુડખર, રીંછ સહિત વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવાનું જાણે આકર્ષશ વધી રહ્યુ છે. આ કારણોસર ગુજરાતમાં ગીર સાસણ, જાંબુઘોડા ઉપરાંત નળ સરોવર સહિત અન્ય અભયારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગીર સાસણ પ્રવાસીઓમાં હોટ ફેવરીટ છે. આખાય ગુજરાતમાં સૌથી વધુ પ્રવાસીઓ ગીર સાસણ અભયારણ્યની મુલાકાતે આવે છે. આ અભયારણ્યના માધ્યમથી રાજ્ય સરકારને ૧૩.૧૪ કરોડ રૂપિયાની આવક થઈ છે. બીજી તરફ નળ સરોવર-થોળ અભયારણ્ય પ્રવાસીઓની પસંદ,વિવિધ અભયારણ્યોમાં ૮.૧૧ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી. ગુજરાતના વિવિધ અભયારણ્યોમાં આખાય વર્ષ દરમિયાન કુલ મળીને 8 લાખ 11 હજાર 45 પ્રવાસીઓએ મુલાકાત લીધી. આ અભયારણ્યોને જેમના થકી ટિકિટ પેટે સરકારને કુલ 131 કરોડ રૂપિયાની આવક થઈ.


આ પ્રમાણે દેશવિદેશથી આવતા વિવિધ પક્ષીઓને જોવા હોય તો નળ સરોવર અને થોળ અભયારણ્ય બેસ્ટ પ્લેસ છે. ખાસ કરીને શિયાળા દરમિયાન અહીં હજારોની સંખ્યામાં વિદેશથી યાયાવર પક્ષીઓનો જમાવડો આવતો હોય છે. બર્ડ વોચર તેના કારણે નળ સરોવર અને થોળની અચુક મુલાકાત લેતા હોય છે. એજ રીતે બનાસકાંઠાના જેસૌર અભપારણ્યમાં રીંછની સંખ્યા સૌથી વધુ છે. જોકે, જેસોરમાં આખાય વર્ષ દરમિયાન માત્ર ૯૮૦ મુલાકાતી આવ્યા હતાં. જેનાથી સરકારને માત્ર ૧.૨૧ લાખની આવક થઇ હતી. પંચમહાલના રતનમહાલ સેન્ચુરીમાં વર્ષ દરમિયાન ૧૯૧૬૩ લોકો મુલાકાતે આવ્યા હતાં. કચ્છના નાના રણમાં ઘુડખરને નિહાળવા ૮૭૮૭ મુલાકાતી આવ્યા હતા. માત્ર જંગલમાં પશુ-પક્ષીઓ લેવાનું જ આકર્ષણ છે એવુ નથી. પણ હવે તો લોકોમાં દરિયાઈ જીવો નિહાળવાનો પણ એક નવો ટ્રેન્ડ ઉભો થયો છે. જેમ કે મરીન સેન્ચુરીમાં શેવાળ જોવા માટે પણ લોકો  આવતા થયા છે. જેને કારણે પણ સરકારને સારી એવી આવક થાય છે.