ઝી મીડિયા/બ્યૂરો :દિવાળી વેકેશનનો સમય ચાલી રહ્યો છે. હવેથી લઈને ડિસેમ્બર સુધી રજાઓની મોસમ શરૂ થઈ છે. દિવાળી બાદ ઠંડીની રજાઓ શરૂ થઈ જશે, એના પછી નવા વર્ષની રજાઓ પણ આવશે. જો તમે ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારી પાસે એક સારો વિકલ્પ સામે આવ્યો છે. આ રજાઓમાં તમે ગુજરાત ફરવા જવાનો લાભ ઉઠાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત એક એવુ રાજ્ય છે, જ્યાંના ટુરિસ્ટ્સ પ્લેસિસ હંમેશાથી જ મુસાફરોથી હાઉસફુલ રહે છે. અહીંની સંસ્કૃતિ, પરંપરા અને અનેક સ્થળો એવા છે જે સૌને આકર્ષિત કરે છે. IRCTC ગુજરાત ફરવા આવવા માંગતા લોકો માટે શાનદાર ટુર પેકેજ લઈને આવ્યુ છે. જેના અંતર્ગત તમે અમદાવાદ, વડોદરા, દ્વારકા, રાજકોટ અને સોમનાથ જેવી જગ્યાઓ પર ફરવા જવાનુ પ્લાનિંગ કરી શકો છો. IRCTC એ આ ટુર પેકેજમાં VIBRANT GUJARAT WITH STATUE OF UNITY નામ આપ્યું છે. 


આ પણ વાંચો : દાદરાનગર હવેલીની પેટાચૂંટણી હાર્યું ભાજપ, શિવસેનાની જીત થઈ, શું મોંઘવારી નડી ગઈ?


આ ટુર પેકેજની ડિટેઈલ...   
મુસાફરીની શરૂઆત ગુવાહાટીથી થશે. ગુવાહાટીથી મુસાફરો સવારે 6 વાગીને 55 મિનિટ પર વડોદરાથી ઉડાન ભરશે. વડોદરા એરપોર્ટ પર લેન્ડ કર્યા બાદ મુસાફરો હોટલમાં આરામ કરશે. આગામી દિવસે નાશ્તા બાદ મુસાફરો Statue of Unity જોવા માટે જશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યા બાદ મુસાફરો ફરીથી વડોદરા પરત આવશે. 


આ પણ વાંચો : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મોટી ઘટના, વાહનો પર પથ્થર ફેંકાયા, મુસાફરો ડર્યા 


અહીંથી આગામી દિવસે મુસાફરો સોમનાથ માટે રવાના થશે. સોમનાથ પહોંચીને મુસાફરો સોમનાથ મંદિરના દર્શન માટે જશે. તેના બાદ મુસાફરો ફરી હોટલ પરત આવીને વિશ્રામ કરશે. સોમનાથથી મુસાફરોને દ્વારકા લઈ જવામાં આવશે. અહીંથી મુસાફરો અમદાવાદ જશે. અમદાવાદમાં રાત્રે આરામ કર્યા બાદ આગામી દિવસે મુસાફરો અક્ષરધામ અને સાબરમતીના દર્શન કરશે. અહીંથી ફ્લાઈટ ફરીથી ગુવાહાટી માટે ઉડાન  ભરશે. 


કેટલાનુ છે આ ટુર પેકેજ
ગુજરાતના આ 6 દિવસ 5 રાતના ટુર પેકેજ માટે તમને 33700 રૂપિયા ખર્ચ કરવા પડશે. વધુ માહિતી IRCTC ની સાઈટ પરથી મળી રહેશે.